2019 વિશ્વ કપમાં મોહમ્મદ શમીનો હેટ્રીક ઈતિહાસઃ World Cupની દુનિયામાં આ ભારતીય ખેલાડીએ પ્રથમ હેટ્રીક વિકેટ લીધી હતી

વર્લ્ડ કપ 2019માં ભારત-અફઘાનિસ્તાન વચ્ચેની મેચમાં ભારતે માત્ર જીત નથી મેળવી પણ સાથે એક રેકોર્ડ પણ બનાવ્યો છે. વર્લ્ડ કપ 2019માં પ્રથમ હેટ્રીક વિકેટ મેળવવાનો શ્રેય શમીના નામે થયો છે. વન-ડેની 50મી ઓવરના ત્રીજા-ચોથા અને 5માં બોલ પર શમીના હાથની કમાલ દેખાઈ છે. ત્રીજા બોલ પર કેચ અને ચોથા, પાંચમાં બોલ પર સ્ટમ્પ ઉડાવીને શમીએ ઈતિહાસ રચી દીધો છે. વર્લ્ડ કપના મેચમાં હેટ્રીક વિકેટ લેનારા બહુ ઓછા બોલર હોય છે. જેમા 2019માં શમીએ પોતાનું નામ પણ જોડી દીધુ છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચોઃ ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન કેમેરા પર દુનિયાની સામે છોકરાએ છોકરીને કરી દીધુ Propose, છોકરીએ શું કર્યુ? જુઓ VIDEO

મહત્વનું છે કે, વર્લ્ડ કપની દુનિયામાં સૌ પ્રથમ હેટ્રિક લેવાનો ખિતાબ પણ એક ભારતીય બોલરના નામે જ છે. ચેતન શર્માએ ન્યૂઝીલેન્ડની વિરુદ્ધ બોલિંગ કરતા 1987માં હેટ્રીક વિકેટ પાડી હતી. ત્યારે 2019ના વર્લ્ડ કપમાં પણ શમીએ આ ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

અફઘાનિસ્તાનની ટીમને 11 રનથી હરાવી દીધી છે. ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય કર્યો હતો. પણ રનના મામલામાં ભારત માત્ર 225નો ટાર્ગેટ આપી શક્યો હતો. આમ છતાં ભારતના બોલરોએ પોતાની કલા દેખાડતા એક પછી એક અફઘાનિસ્તાનના ખેલાડીઓને ચાલતા કર્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments

TV9 Webdesk12

Read Previous

VIDEO: અમદાવાદ સહિત રાજ્યભરમાં મેઘરાજાના આગમન સાથે ગરમીથી લોકોને રાહત

Read Next

VIDEO: ફરસાણની દુકાનમાં આવેલા ગ્રાહકના ખિસ્સામાં મોબાઈલ સળગી ઉઠ્યો અને પછી આવુ કંઈક થયું

WhatsApp પર સમાચાર