ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારીને વિરાટ કોહલીએ ભારતના આ પૂર્વ બેટ્સમેનનો રેકોર્ડ તોડી નાખ્યો

ટીમ ઈન્ડિયાના કૅપ્ટન વિરાટ કોહલી જ્યારે મુડમાં હોય છે ત્યારે રેકોર્ડ પણ તેમની સાથે ચાલે છે. નાગપુરમાં પણ કોહલીએ એક ક્રિકેટના રેકોર્ડને તોડી નાખ્યો છે.

ઓસ્ટ્રેલિયાની સામે નાગપુરમાં રમાયેલ બીજી વન-ડે મેચમાં વિરાટ કોહલીએ 40મી સદી ફટકારી છે. તેની સાથે જ કોહલીએ પૂર્વ મહાન બેટસમેન સચિન તેંડુલકરનો સૌથી ઓછી ઈનિંગસમાં 40 વન-ડે આંતરરાષ્ટ્રીય સદીના રેકોર્ડને તોડી નાખ્યો છે. વન-ડેમાં 40 સદી કરવા માટે કોહલીએ 224 વન-ડેમાં 216 ઈનિંગ્સ્ રમી છે. જ્યારે સચિન તેંડુલકરે 364 વન-ડે મેચ રમીને 40 સદીનો રેકોર્ડ બનાવ્યો હતો. સચિન તેંડુલકરે 2006માં વેસ્ટ ઈન્ડિઝની સામે 40મી વન-ડે સદી ફટકારી હતી.

વિરાટ કોહલીએ 11 વર્ષના વન-ડે કરિયરમાં 40 સદી ફટકારી છે. કોહલીએ 40 સદીની સાથે 10,683 રન બનાવ્યા છે. ભારતને વલ્ડૅ કપ પહેલા 3 વન-ડે રમવાની છે. જ્યારે વલ્ડૅ કપની મેચોમાં ભારતને 9 વન-ડે રમવાની છે. ત્યારે કોહલીની પાસે સારી તકો છે કે તે સચિનના વન-ડે ક્રિકેટના સૌથી મોટા રેકોર્ડની પાસે પહોંચી શકે.

READ  ભારત-પાકિસ્તાનની મેચને લઈને આ ખેલાડી પણ તૈયાર, પહેર્યો આ ખાસ શુટ

Tv9 Special Bhai..Bhai: People of Surka village share their problems ahead of Guj Bypolls, Radhanpur

FB Comments