ભારત સામેની વન-ડે સીરીઝ પહેલા ટીમના આ બોલરથી ગભરાઈ ઓસ્ટ્રેલિયાની ટીમ

India vs australia odi series jasprit bumrah threat aaron finch Indai same ni ODI series pehla team na aa bowler thi gabhrai australia ni team

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે 14 જાન્યુઆરી એટલે કે મંગળવારે મુંબઈમાં વન-ડે સીરીઝની શરૂઆત થવા જઈ રહી છે. ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતની સામે ત્રણ મેચની વન-ડે સીરીઝ રમશે. વન-ડે સીરીઝ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન એરોન ફિંચ જસપ્રીત બુમરાહથી ડરેલા છે, જે ઈજાગ્રસ્ત થયા પછી ભારતીય ટીમમાં પરત આવી ચૂક્યા છે.

jasprit bumrah record most t20i wickets india t-20 international match ma bumrah no dhamako banavyo sauthi moto record

 

એરોન ફિંચે કહ્યું કે ભારતની સામે ત્રણ મેચની વન-ડે સીરીઝમાં તેમની ટીમ માટે જરૂરી હશે કે તે પોતાના મગજમાં જસપ્રીત બુમરાહને ના રાખે. ફિંચના કહેવા મુજબ ભારતના ટોપ ફાસ્ટ બોલર બુમરાહ સન્માનના હક્કદાર છે પણ તેમને કહ્યું કે તેમની ટીમ માટે એ જરૂરી હશે કે તે પોતાની તાકાત પર ધ્યાન આપે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  આધાર કાર્ડ પર ફરી એક વખત સુપ્રીમ કોર્ટે કરી સ્પષ્ટતા, ઈન્કમ ટેક્સ રિટર્ન માટે આધાર લિન્ક કરવો જરૂરી

ફિંચે કહ્યું કે મારૂ માનવું છે કે ખેલાડી જેટલો વધારે સામનો કરશે એટલુ તેમને જાણવા મળશે કે તે કેવી બોલિંગ કરે છે. તેથી એ જરૂરી છે કે અમે બુમરાહ પર વધુ ધ્યાન ન આપીએ. ધમાકેદાર બેટ્સમેન ડેવિડ વોર્નરની સાથે ઈનિંગની શરૂઆત કરતાં ફિંચને બુમરાહનો સામનો કરવો પડશે.

ફિંચે વધુમાં કહ્યું કે બુમરાહ નિશ્વિત રીતે સારા બોલર છે. તે એવા બોલર છે કે જ્યારે તમે તેમની વિરૂદ્ધ રમી નથી રહ્યા તો તમે બુમરાહને બોલિંગ કરતા જોવા પસંદ કરશો. તે ફાસ્ટ અને આક્રમક બોલર છે, તે પોતાની રણનીતિ પર ખુબ જ સારી રીતે અમલ કરે છે.

READ  ચૂંટણી જીતી હોવા છતાં હેમા માલિની અને સની દેઓલ સંસદમાં સાથે નહીં બેસી શકે, આ રહ્યું કારણ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

બુમરાહ ઈજાના કારણે પાંચ મહિના સુધી ટીમમાંથી બહાર રહ્યા પછી ટીમમાં પરત ફર્યા છે અને ઓસ્ટ્રેલિયાની ટીમ 14 જાન્યુઆરીથી મુંબઈમાં શરૂ થતી સીરીઝમાં બુમરાહનો સામનો કરવાને લઈ સતર્ક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  બિસ્માર રસ્તાઓથી પરેશાન થઈને ખુદ ગણેશજીએ જ પુર્યા ખાડા! જુઓ VIDEO

 

ત્યારે સીરીઝની બીજી વન-ડે 17 જાન્યુઆરીએ રાજકોટમાં અને ત્રીજી વન-ડે 19 જાન્યુઆરીએ બેંગલુરૂમાં રમાશે. ત્યારે ઓસ્ટ્રેલિયાની ટીમમાં ફોર્મમાં ચાલી રહેલા માર્નસ લાબુશેન ટેસ્ટ ક્રિકેટમાં શાનદાર પ્રદર્શન પછી વન-ડેમાં ડેબ્યૂ માટે તૈયાર છે અને તેમનો બુમરાહની સામે રસપ્રદ મુકાબલો થવાની સંભાવના છે.

 

Tv9's EVENING SUPERFAST Brings To You The Latest News Stories From Gujarat : 21-01-2020

FB Comments