બાંગ્લાદેશના બલ્લેબાજોને પછાડીને ટીમ ઈન્ડિયાનો ‘શાનદાર’ સેમી ફાઈનલમાં પ્રવેશ

ભારતીય ટીમે બાંગ્લાદેશને 315 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. બાંગ્લાદેશની ટીમ આ લક્ષ્યાંકને સર કરી શકી નહોતી. બાંગ્લાદેશે ભારતની સામે જીતવા માટે શાનદાર રમત રમી હતી પણ ધીમે-ધીમે તેના ખેલાડીઓ ભારતના બોલર્સના કોળિયા બની ગયા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  અમદાવાદના વાતાવરણમાં પલટો, વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે પડ્યો વરસાદ

બાંગ્લાદેશની ટીમ ભારતના લક્ષ્યાંકનો પીછો કરતાં 48 ઓવરમાં 286 રને જ ઓલઆઉટ થઈ ગયી હતી. વિરાટની સેનાએ સૌથી મોટી જીત મેળવી છે અને તેના લીધે ભારત સેમિ ફાઈનલમાં પહોંચી ગયું છે. વિશ્વ કપના ઈતિહાસમાં ભારત છઠ્ઠી વખત સેમિફાઈનલમાં પહોંચ્યું છે.

READ  CJI રંજન ગોગોઈ પર લાગેલા દુષ્કર્મના કેસની સુનાવણીને લઈ નવો વિવાદ, સાથી જજો વચ્ચે મતભેદ સર્જાતા તપાસમાં વળાંક


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બાંગ્લાદેશની ટીમની વાત કરીએ તો તેમાં સેફુદ્દીને ફિફ્ટી ફટકારી હતી. શાકિબે પણ બાંગ્લાદેશની ટીમની કમાન સંભાળીને 66 રન કર્યા હતા. ભારતની ટીમે એક રિવ્યુ પણ લીધો હતો જે બેકાર ગયો હતો. ભારત તો જીતી ગયું પણ અંપાયરની સાથે એક ચોક્કસ નિર્ણય પછી વધારે દલીલ કરવા બદલ કોહલીને દંડ થઈ શકે છે.

READ  વિશ્વ કપ 2019: આ ટીમના ખેલાડીએ આપી ચેલેન્જ, કહ્યું કે અમે ભારતને હરાવી દઈશું!

 

બુમરાહે 4 વિકેટ ઝડપી જ્યારે હાર્દિક પંડ્યાએ 3 વિકેટ ઝડપીને બાંગ્લાદેશના બલ્લેબાજોને પેવેલિયન ભેગા કરી દીધા હતા. શમી આ મેચમાં કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યો નહોતો. અંતે ભારતીય ટીમે એકસાથે સારું એવું પ્રદર્શન કરીને સેમિ ફાઈનલમાં પોતાની જગ્યા બનાવી લીધી છે.

 

[yop_poll id=”1″]

 

A youth arrested with fake documents at Ahmedabad airport | Tv9GujaratiNews

FB Comments