ભારત-પાકિસ્તાન મેચની ટિકિટોનું ધૂમ વેચાણ, એક ટિકિટનો ભાવ આટલા રુપિયા બોલાઈ રહ્યો છે

ભારત અને પાકિસ્તાનની વચ્ચે જે મેચ યોજાવાની છે ત્યારે તેની ટિકિટનો ભાવ આસમાને છે. ક્રિકેટમાં સૌથી વધારે રોમાંચક મુકાબલો ભારત અને પાકિસ્તાન ટીમ વચ્ચે હોય છે અને લાંબા સમય બાદ ભારત અને પાકિસ્તાન એકબીજાની સામે ટકરાશે તેને લઈને ટિકિટના ભાવમાં પણ કરંટ જોવા મળી રહ્યો છે.

આ પણ વાંચો:  ધો.12 અને ગ્રેજ્યુએટ થયા પછી ઈન્ડિયન એરફોર્સમાં પાયલોટ કેવી રીતે બનવું, જુઓ VIDEO

ભારત અને પાકિસ્તાન વચ્ચે વિશ્વ કપની મેચ છે 16 જૂનના રોજ રવિવારે છે. આ મેચની ટિકિટો હજારો રુપિયામાં વેચાઈ રહી છે. 2019માં ટિકિટનો ભાવ 60 હજાર સુધી પહોંચી ગયો છે. બંને દેશના ક્રિકેટપ્રેમી લોકોમાં ખાસ્સો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને તેઓ કોઈપણ મોટી કિંમતને ચૂકવવા તૈયાર છે.

READ  વડોદરા પર વરસાદી સંકટ: ઈન્ડિયન આર્મીના જવાનો પણ બચાવ કાર્યમાં જોડાયા, જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

બ્રિટનમાં ભારતીય મુળના લોકો વસવાટ કરે છે અને પાકિસ્તાનના પણ લોકો રહે છે જેના લીધે સ્થાનિક સ્તરે પણ હજારો રુપિયામાં ટિકિટનું વેચાણ કરવામાં આવી રહ્યું છે. 20 હજારની મેદાનની ક્ષમતા છે અને વિંડો જેવી ઓપન થઈ તેવી જ તમામ ટિકિટો વેચાઈ ગયી હતી. જે લોકોએ ટિકિટ ખરીદી હતી તેઓ આ ટિકિટ પાછી બીજા લોકોને વેચીને ભારે રકમ મેળવી રહ્યાં છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શું ફરી એક વખત પાક. પર હુમલો કરવાની તૈયારીમાં છે ભારતીય વાયુસેના ?,અમૃતસરમાં આવેલા ધડકાના અવાજ પર વાયુસેનાએ કર્યો ખુલાસો

આવી રીતે જ લોકો પાસેથી ટિકિટ લઈને ફરીથી તેનું વેચાણ કરનારી વેબસાઈટ વિયાગોગો માધ્યમથી જાણવા મળ્યું કે ટિકિટ માટે લોકો 62 હજારથી લઈને 47 સુધીની ભારે રકમ ચૂકવી રહ્યાં છે.

 

News in brief from across Gujarat : 23-08-2019| Tv9GujaratiNews

FB Comments