વિશ્વ કપની ડેબ્યૂ મેચમાં જ આ ભારતીય બોલરે જે કામ કર્યુ તેને લઈને થઈ રહી છે ‘વાહ વાહ’

ICC વિશ્વ કપ-2019ના હાઈ વોલ્ટેજ મુકાબલામાં પાકિસ્તાનની સામે ઓલરાઉન્ડર ખેલાડી વિજય શંકરે (Vijay Shankar) એક કમાલ કરી દીધી છે. વિશ્વ કપની તેમની ડેબ્યૂ મેચમાં વિજય શંકરે (Vijay Shankar) પહેલા જ બોલ પર વિકેટ લીધી હતી. વિજય શંકરે (Vijay Shankar) તેમના કરિયરનો પ્રથમ શિકાર ઈમામ ઉલ હક(Imam Ul Haq)ને LBW કરીને બનાવ્યો હતો.

ભારત તરફથી 5મી ઓવર ભૂવનેશ્વર કુમાર(Bhuvneshwar Kumar) નાખી રહ્યાં હતા. આ ઓવરમાં ભૂવનેશ્વર કુમારે 4 બોલ નાખ્યા હતા, ત્યારે તેમના પગમાં ઈજા થતાં તે મેદાનની બાહર નીકળી ગયા. આ ઓવરના 2 બોલ નાખવા માટે કેપ્ટન કોહલી(Virat Kohli)એ વિજય શંકરને કહ્યું. વિજય શંકર પણ કેપ્ટનના આ નિર્ણય પર સફળ સાબિત થતાં ઈમામ ઉલ હકને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  અયોધ્યા વિવાદ મામલે મુસ્લિમ પક્ષકારે દાખલ કરી 217 પાનાની પુનર્વિચાર અરજી

ઉલ્લેખનીય છે કે વિશ્વ કપની આ હાઈ વોલ્ટેજ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરીને 5 વિકેટ ગુમાવી 336 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્મા(Rohit Sharma)એ 140 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. ત્યારબાદ કેપ્ટન કોહલીએ પણ બેટિંગ કરીને 77 રન બનાવ્યા હતા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  મયંક અગ્રવાલ પછી કેપ્ટન કોહલીની ધમાલ, ફટકારી પોતાના કરિયરની 26મી સદી

 

 

તેની સાથે જ એક વલ્ડૅ રેકોર્ડ(World Record) પણ બનાવ્યો છે. કોહલીએ સચિન તેંડુલકર(Sachin Tendulkar)નો રેકોર્ડ તોડીને પોતાના નામે કર્યો છે. કોહલીએ વન-ડે આતંરરાષ્ટ્રીયમાં સૌથી ઝડપી 11 હજાર રન પુર કરનારા બેટસમેન બની ગયા છે.

આ પણ વાંચો: NIAની સામે અલગાવવાદી નેતા આસિયાએ સ્વીકાર્યું, કશ્મીરમાં પ્રદર્શન માટે વિદેશમાંથી ફંડ આવતું હતું

 

READ  સચિન તેંડુલકરે શાહરૂખ ખાનને હેલમેટ પહેરવાની સલાહ આપી તો ફેન્સે મસ્તીબાજી શરૂ કરી દીધી

Ahmedabad : AMC failed to maintain Social Distancing among people while distributing food packets

FB Comments