IND vs SA Test Match: ભારતે દક્ષિણ આફ્રિકાને પ્રથમ વખત કર્યુ ક્લીન સ્વીપ, ભારતીય ટીમે ઘરઆંગણે સતત 11મી સીરીઝ જીતી

ભારતે દક્ષિણ આફ્રિકાને 3 મેચની ટેસ્ટ સીરીઝમાં 3-0થી ક્લીન સ્વીપ કર્યુ છે. ભારતે ત્રીજી ટેસ્ટ મેચમાં દક્ષિણ આફ્રિકાને 202 રનથી હરાવીને વિરાટ જીત મેળવી છે. આ પહેલા ભારતીય ટીમે પ્રથમ ઈનિંગમાં 9 વિકેટ ગુમાવીને 497 રન બનાવ્યા હતા. ત્યારબાદ દક્ષિણ આફ્રિકા પ્રથમ ઈનિંગમાં 162 રન અને બીજી ઈનિંગમાં 133 રન જ બનાવી શક્યુ હતું.

પ્રથમ ઈનિંગમાં મોહમ્મદ શમીએ 3 વિકેટ, જ્યારે શાહબાજ નદીમ અને ઉમેશ યાદવે 2-2 વિકેટ લીધી હતી, જ્યારે અશ્વિનને 1 વિકેટ મેળવી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમમાંથી બ્રૂએનએ સૌથી વધારે 30 રનની ઈનિંગ રમી, ત્યારે 8 બેટ્સમેન ડબલ આંકડાએ પણ પહોંચી શક્યા નહતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

https://twitter.com/BCCI/status/1186502191701315584?s=20

READ  ST બસની હડતાળના કારણે અટવાઈ પડ્યાં કેટલાયે વરઘોડા, જાનૈયાઓની થઈ આવી કફોડી હાલત

ભારતે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો, શરૂઆતમાં ભારતની સ્થિતી સારી નહતી પણ રોહીત શર્મા અને રહાણેની શાનદાર બેટિંગથી 267 રનની ભાગીદારીને લીધે 497 રન બનાવ્યા. જેની સામે દક્ષિણ આફ્રિકાની ટીમ પ્રથમ ઈનિંગમાં 162 રનમાં જ સમેટાઈ ગઈ.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  માલદીવમાં પાકિસ્તાની પ્રતિનિધિઓએ કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

બીજી ઈનિંગમાં ભારત તરફથી મોહમ્મદ શમી અને ઉમેશ યાદવે સૌથી વધારે વિકેટ લીધી. બંને ખેલાડીઓએ દક્ષિણ આફ્રિકાના 5-5 ખેલાડીઓને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. ત્યારે વિરાટ સેના પ્રથમ ઈનિંગમાં 335 રનની લીડ કરતી હતી. પ્રથમ 2 ટેસ્ટ મેચ જીતી ચૂકેલી ભારતીય ટીમે ત્રીજી ટેસ્ટમાં પણ 202 રનથી દક્ષિણ આફ્રિકા સામે જીત મેળવી.

READ  રણબીર કપૂરની આંખોમાં આવ્યા આંસુ! જ્યારે મહેશ ભટ્ટ પાસે માંગ્યો આલિયા ભટ્ટનો હાથ

 

FB Comments