વિશ્વ કપમાં રમવા માટે ‘વિરાટ સેના’ તૈયાર, દક્ષિણ આફ્રિકાની સામે આજે પ્રથમ મેચ

ભારતીય ક્રિકેટ ટીમ વિશ્વ કપમાં પ્રથમ મેચ માટે દક્ષિણ આફ્રિકાની વિરૂધ્ધ મેદાનમાં ઉતરશે. વિશ્વ કપમાં ભારતની પ્રથમ મેચ આજથી શરૂ થઈ રહી છે. જ્યારે દક્ષિણ આફ્રિકા 2 મેચ ઈંગ્લેન્ડ અને બાંગ્લાદેશની સામે રમી ચૂકી છે. જો કે બંને મેચમાં દક્ષિણ આફ્રિકાની હાર થઈ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  કોરોનાનો કહેર : ભારતીય ટીમમાં ફક્ત આ એક જ ખેલાડી જોવા મળ્યો માસ્ક સાથે!

દક્ષિણ આફ્રિકાની ટીમ માટે ફિટનેસની મોટી સમસ્યા છે. ફાસ્ટ બોલર ડેલ સ્ટેન વિશ્વ કપથી બાહર થઈ ગયા છે. તે સિવાય લુન્ગી નગિદી પણ ઈજાને કારણે નહી રમી શકે. જ્યારે અનુભવી બેટસમેન હાશિમ અમલા પણ પુરી રીતે ફીટ થવાની પ્રક્રિયામાં છે.

 

હવામાન વિભાગે આગાહી કરી છે કે વાદળ રહેવાને લીધે વરસાદ આવવાની શક્યતાઓ છે. ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ત્રીજા ફાસ્ટ બોલર ભૂવનેશ્વર કુમારને ઉતારે છે કે નહી. આ દરમિયાન સર્વશ્રેષ્ઠ બેટસમેનેમાંથી કોહલીની કેપ્ટન તરીકેની પરીક્ષા ક્રિકેટના આ મહાસાગરમાં રહેશે.

READ  ઓસ્ટ્રેલિયા સામે સદી ફટકારીને વિરાટ કોહલીએ ભારતના આ પૂર્વ બેટ્સમેનનો રેકોર્ડ તોડી નાખ્યો

આ પણ વાંચો: ગુજરાત વિધાનસભાનું સત્ર 2 જૂલાઈએ થશે શરુ, 21 દિવસની કાર્યવાહીમાં અંદાજે 7 બિલ થઈ શકે છે પસાર

ભારત પાસે મેચ જીતાડનારા ઘણા બધા લોકો છે અને પહેલું નામ કેપ્ટન કોહલીનું છે, તે સિવાય મહેન્દ્ર સિંહ ધોનીએ પણ 2011માં વિશ્વ કપ ભારતને જીતાડયો હતો. ભારતે દક્ષિણ આફ્રિકાની ટીમને 2015 વિશ્વ કપમાં 130 રનથી હરાવી હતી.

READ  જાણો રેલવેના એવા નિયમ જે તમને બચાવશે નુકસાનથી, ટ્રેન છુટી જવા પર પણ નહી ડુબે તમારા પૈસા!

 

Oops, something went wrong.
FB Comments