આજે ભારતની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકાની સામે, ઈંગ્લેન્ડમાં 20 વર્ષથી દક્ષિણ આફ્રિકાની સામે નથી હારી ભારતીય ટીમ

ભારતીય ટીમ વિશ્વ કપમાં તેમના અભિયાનની શરૂઆત આજથી દક્ષિણ આફ્રિકાની સામે મેચ રમીને કરશે. આ મેચ સાઉથેમ્પટનના રોજ બાઉલ સ્ટેડિયમ પર રમાશે. ઈંગ્લેન્ડના મેદાન પર બંને ટીમોની વચ્ચે આ 4થી વન-ડે રમાશે, આની પહેલા રમાયેલી 3 વન-ડેમાંથી 2 મેચમાં ભારતીય ટીમ જીત્યું છે.

ઈંગ્લેન્ડના મેદાન પર દક્ષિણ આફ્રિકાએ ભારતની સામે 15 મે 1999માં જીત મેળવી હતી. આ મેચમાં ભારતને 16 રનથી હરાવ્યું હતુ. ત્યાર પછીની બંને મેચમાં ભારતીય ટીમ જીતી છે. 2012 પછી ભારતે દક્ષિણ આફ્રિકાને ICCના 5 અલગ-અલગ ઈવેન્ટમાં હરાવ્યું છે.

 

READ  વિરાટની સેનાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને વિશ્વકપનો પ્રથમ મેચ જીત્યો, રોહિતે ફટકારી સદી

ભારતીય ટીમ અત્યાર સુધી 2 વખત વિશ્વ કપ જીતી ચૂક્યુ છે. જ્યારે એક વખત ફાઈનલ અને 3 વખત સેમીફાઈનલમાં રમ્યુ છે. જ્યારે દક્ષિણ આફ્રિકા અત્યાર સુધી 4 વખત વિશ્વ કપના સેમીફાઈનલમાં પહોંચી છે પણ બધી જ મેચ હાર્યુ છે.

આ પણ વાંચો: આજનું રાશિફળ: આ રાશીના જાતકો માટે નવા કાર્યો કરવાની મનમાં ઘડેલી યોજના આજે ૫ડશે પાર

તમામ રેકોર્ડની વાત કરવામાં આવે તો બંને ટીમોની વચ્ચે અત્યાર સુધી 83 વન-ડે રમવામાં આવી છે. જેમાંથી ભારતે 34 મેચ અને દક્ષિણ આફ્રિકા 46 મેચ જીત્યુ છે. જ્યારે 3 મેચનું પરીણામ આવ્યું નથી. છેલ્લી 10 વન-ડેમાં ભારતીય ટીમે 7 મેચમાં જીત મેળવી છે.

READ  વલ્ડૅકપ જીતવાવાળી ટીમ થઈ જશે માલામાલ, ICCએ ઈનામી રકમમાં કર્યો વધારો

 

Spurious ghee worth Rs.60,000 seized from Lunawada , Mahisagar | Tv9GujaratiNews

FB Comments