3rd T20: ભારતને ત્રીજો ઝટકો, કોહલી 9 રન બનાવી થયો આઉટ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ મેચની ટી -20 શ્રેણીની અંતિમ અને નિર્ણાયક મેચ બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાઇ રહી છે. ટોસ જીત્યા પછી પ્રથમ બેટિંગ કરતા ટીમ ઇન્ડિયાએ 8.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 68 રન બનાવ્યા. શ્રેયસે (0 રન) અને પંત (2 રન) ક્રીઝ પર છે. શિખર ધવન અને રોહિત શર્મા ભારત તરફથી ઇનિંગની શરૂઆત કરી હતી, પરંતુ રોહિત શર્મા વધુ સમય રહી શક્યો ન હતો અને તેણે 9 રન બનાવ્યા હતા.

READ  INDvsSA Test Match: પ્રથમ ટેસ્ટ મેચમાં બન્યો વિશ્વ રેકોર્ડ, વિશાખાપટ્ટનમ સ્ટેડિયમના નામે જોડાઈ એક નવી સિદ્ધી

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો અને દક્ષિણ આફ્રિકાને પ્રથમ બોલિંગ આપી. ભારતીય ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો ન હતો. દક્ષિણ આફ્રિકાની ટીમમાં બદલાવ આવ્યો છે. કેપ્ટન ક્વિન્ટન ડી કોક એરીચ નોર્ટીસની જગ્યાએ બેરન હેન્ડ્રિક્સને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપ્યું છે.

READ  હવે પાકિસ્તાન અને ચીનને સરહદ પર મળશે જડબાતોડ જવાબ, સેનાએ તૈયાર કર્યો આ ખાસ પ્લાન

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ધર્મશાલામાં પહેલી ટી -20 મેચ વરસાદ પડ્યા બાદ ભારતે મોહાલીની બીજી મેચ સાત વિકેટથી જીતી લીધી હતી અને શ્રેણીમાં 1-0 થી લીડ મેળવી લીધી હતી. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટી -20 આંતરરાષ્ટ્રીય મેચમાં અત્યાર સુધીમાં 14 ટી-20 મેચ રમવામાં આવી છે, જેમાં ભારત 9 જીત્યું છે, જ્યારે દક્ષિણ આફ્રિકા 5 મેચ જીતી ચૂક્યું છે. બંને વચ્ચે બે મેચ (કોલકાતા અને ધર્મશાળા) રદ કરવામાં આવી છે.

READ  દાહોદ જિલ્લાની પાણી પુરવઠાની ઓફિસમાં પુસ્તકો સળગાવીને કરાયું તાપણું!

આ પણ વાંચો: હાઉડી મોદી કાર્યક્રમ માટે સ્ટેડિયમ બહાર લોકોનો જમાવડો, જુઓ VIDEO


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Rajkot: Lions seen at Bhadla village of Jasdan| TV9News

FB Comments