IND vs SA: આજે ભારતીય ટીમની થશે પસંદગી, ઓપનર પર સસ્પેન્સ!

સાઉથ આફ્રિકાની સામે 2 ઓક્ટોબરથી શરૂ થનારી 2 મેચની ટેસ્ટ સીરીઝ માટે આજે ભારતીય ટીમની પસંદગી થશે. તાજેતરમાં જ વેસ્ટ ઈન્ડિઝની સામે ટેસ્ટ સીરીઝ 2-0થી જીતનારી ટીમમાં ફેરફાર થવાની શક્યતા ઓછી છે.

ત્યારે ઓપનર કે.એલ.રાહુલની જગ્યાએ રોહિત શર્માને ટીમમાં તક આપવામાં આવી શકે છે. રાહુલ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર રન બનાવવા માટે સંઘર્ષ કરતા જોવા મળ્યા હતા. મયંક અગ્રવાલની પસંદગી લગભગ નક્કી માનવામાં આવી રહી છે પણ બીજા ઓપનર પર લોકેશ રાહુલની જગ્યા પર જોખમ જોવા મળી રહ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  20 ટકાથી વધારે મુસ્લિમ વસ્તી ધરાવતી 45 સીટો પર ભાજપે કર્યો કબ્જો

છેલ્લા એક વર્ષમાં અડધી સદી પણ નહી બનાવનારા રાહુલની જગ્યા લેવા માટે રોહિત શર્માની સાથે જ બંગાળના અભિમન્યૂ ઈશ્વરન અને પંજાબના શુભમન ગિલ પણ પ્રબળ દાવેદાર છે. ત્યારે ઓપનર તરીકે શિખર ધવનની પસંદગી કરવામાં આવે તો આ પસંદગીકારોનો સરપ્રાઈઝ કરનારો નિર્ણય હશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  ન્યૂઝિલેન્ડ સામે ભલે ટી-20 સિરીઝમાં ભારતની ભલે હાર થઈ હોય પણ આ ભારતીય સ્પિનરને ICC રેન્કમાં લાગ્યો જેકપોટ

 

 

રોહિત શર્માની પસંદગી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પર 2 મેચની ટેસ્ટ સીરીઝમાં થઈ હતી પણ મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે. મિડલ ઓર્ડરમાં અજિંક્ય રહાણે અને હનુમા વિહારીના શાનદાર પ્રદર્શનના કારણે રોહિતને એક પણ ટેસ્ટમાં રમવાની તક મળી નહતી. રોહિત શર્માએ છેલ્લી ટેસ્ટ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયાની સામે મેલબોર્નમાં રમી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  Video: હાર્દિક પંડ્યાથી લઈને કે.એલ. રાહુલને B અને C કેટેગરીમાં કયાં ખેલાડીને મળે છે કેટલો પગાર?

 

Amdavadis to face air pollution till Nov 18, say CPCB reports | TV9GujaratiNews

FB Comments