ક્રિકેટ વર્લ્ડ કપ 2019ઃ શ્રીલંકા વિરુદ્ધ ટીમ ઈન્ડિયાએ 7 વિકેટ સાથે મેચમાં વિજય મેળવી

ક્રિકેટ વર્લ્ડ કપ 2019માં ટીમ ઈન્ડીયા અને શ્રીલંકા વચ્ચેની મેચમાં ભારતે વિજય મેળવી છે. 7 વિકેટથી શ્રીલંકાની ટીમને હરાવી છે. શ્રીલંકાએ પહેલા બેટિંગ કરીને 265 રનનો લક્ષ્ય ભારતની ટીમને આપ્યો હતો. શ્રીલંકાની ટીમમાંથી મેથ્યૂઝે સદી ફટકારી તો જસપ્રીત બૂમરાહે 3 વિકેટ સાથે શાનદાર બોલિંગ કરી હતી.

આ પણ વાંચોઃ પાકિસ્તાનના આ અનુભવી ખેલાડીએ વન-ડે ક્રિકેટમાંથી લીધી નિવૃતી

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  પાકિસ્તાનના આ અનુભવી ખેલાડીએ વન-ડે ક્રિકેટમાંથી લીધી નિવૃતી

 

વર્લ્ડ કપ 2019માં ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી તો થઈ ચૂકી છે. પરંતુ શ્રીલંકા વિરુદ્ધ અંતિમ મેચમાં પણ ભારતે પૂરજોશથી મેદાન પોતાના નામે કર્યું છે. જોવામાં આવે તો એક સમયે 55 રન પર શ્રીલંકાએ 4 વિકેટ ગુમાવી હતી. તે છતાં મેથ્યુઝની સદી અને લાહિરુના 50 રન સહિત શ્રીલંકાએ 264 રનનો લક્ષ્ય આપ્યો હતો. ભારતના ઓપનિંગ ખેલાડીઓ તરીકે રાહુલ અને રોહિતે આક્રમક શરૂઆત કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

FB Comments