World Cup 2019 રમવા ભારતની ટીમ મુંબઈથી ઈંગ્લેન્ડ જવા રવાના, કુલ કેટલા મેચ અને કયા દિવસે કોની સામે ભારત રમશે મેચ જાણો

2019નો વર્લ્ડકપ રમવા માટે ભારતની ટીમ ઈંગ્લેન્ડ માટે રવાના થઈ ચૂકી છે. કેપ્ટન વિરાટ કોહલીની આગેવાનીમાં ભારત 2019નો વર્લ્ડકપ પોતાના નામે કરશે તેવી આશા દેશના પ્રત્યેક નાગરિકને છે. અને તે સપનું સાકાર પણ થવાનું છે. જો કે કોહલીએ ઈંગ્લેન્ડ રવાના થયા પહેલા એક નિવેદન પણ કર્યું હતું. કોહલીએ કહ્યું કે વિરોધી ટીમ પણ ખૂબ મજબૂત છે. અને તમામ ટીમોએ 9-9 મેચ રમવાની છે. 22 તારીખે ઈન્ડીયાની ક્રિકેટ ટીમ મુંબઈથી ઈંગ્લેન્ડ માટે રવાના થઈ ગઈ. વિરાટ આ વખતે ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. તો 2011 અને 2015માં તેઓ વર્લ્ડકપ રમી પણ ચૂક્યા છે.

READ  સુરતના RTO વિભાગને 1ફેબ્રુઆરીથી તમારી લાપરવાહીના કારણે દરરોજ થશે કરોડોની કમાણી, વાંચો કેમ

ભારતની ટીમ કુલ 9 મેચ રમવાની છે. પહેલો મેચ 5 જૂનના દિવસે દ.આફ્રિકાની વિરુદ્ધ રમવામાં આવશે. જાણો ભારત વર્લ્ડકપમાં કઈ ટીમ સાથે ક્યારે રમશે મેચ

  1. 5 જૂને દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ પ્રથમ મેચ બપોરે 3 કલાકથી શરૂ થશે
  2. 9 જૂનના દિવસે ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ બપોરે 3 કલાકે
  3. 12 જૂને ન્યૂઝીલેન્ડ સાથે બપોરે 3 કલાકે
  4. 16 જૂનથી પાકિસ્તાન વિરુદ્ધ
  5. 22 જૂન બપોરથી અફઘાનિસ્તાન વિરુદ્ધ રમશે મેચ
  6. 27 જૂને વેસ્ટઈન્ડિઝ વિરુદ્ધ રમશે મેચ
  7. જુન 30 થી ઇંગ્લેંડ 3 બપોરે
  8. જુલાઈ 2ના દિવસે બાંગ્લાદેશ સાથે 3 વાગ્યે
  9. 6 જુલાઈના રોજ શ્રીલંકા સાથે બપોરે 3 કલાકે
FB Comments