શું ફરી એક વખત પાક. પર હુમલો કરવાની તૈયારીમાં છે ભારતીય વાયુસેના ?,અમૃતસરમાં આવેલા ધડકાના અવાજ પર વાયુસેનાએ કર્યો ખુલાસો

ભારત અને પાકિસ્તાન સરહદ પર છેલ્લા થોડાં સમયથી બંને દેશો વચ્ચે મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. જેમાં હવે ભારતના પંજાબ બોર્ડર પર કંઇક મોટા થવાના એંધાણ મળી રહ્યા છે. ગુરૂવારે રાત્રે પંજાબ અમૃતસર લોકોએ જોરદાર ધમાકાનો અવાજ સાંભળ્યો હતો.

આ અવાજના કારણે સોશિયલ મીડિયા પર ઘણી અફવા ઉડવા લાગી છે. જો કે પોલીસે તેને અફવા ગણાવી હતી અને આ પ્રમાણેની વાતોથી દૂર રહેવા માટે જણાવ્યું હતું. પરંતુ આજે ભારતીય વાયુસેના તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ભારત એલઓસી પર પાકિસ્તાન વિરૂદ્ધ મોટી કાર્યવાહીની તૈયારી કરી રહ્યું છે.

ભારતીય વાયુસેનાના અધિકારીઓ તરફથી મળેલી માહિતી અનુસાર, ગુરૂવારે રાત્રે પંજાબ અને જમ્મુ કાશ્મીરના સરહદીય વિસ્તારમાં ભારતીય વાયુસેનાએ મોટા પ્રમાણમાં યુદ્ધ અભ્યાસ કર્યો હતો. જેમાં ભારતીય વાયુસેનાના સુપરસોનિક સહિત ઘણાં યુદ્ધ વિમાનોએ ભાગ લીધો હતો.

આ પણ વાંચો : ભારત-પાક. સરહદથી માત્ર 33 કિમી દૂર આવેલા અમૃતસરમાં મોડી રાત્રે આવ્યા ધડાકાના અવાજ, સોશિયલ મીડિયા પર લોકોએ આપી માહિતી

છેલ્લા થોડાં સમયથી પાકિસ્તાન વાયુસસેના તરફથી પણ ભારતીય સરહદમાં ઘુસવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે તે સ્થિતિમાં ભારતીય વાયુસેના પાકિસ્તાનને જવાબ આપવા માટે આ પ્રમાણેની કાર્યવાહી હાથ ધરી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.

26 ફેબ્રુઆરીના પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં ભારતે એર સ્ટ્રાઇક કરી હતી જેના પછી પાકિસ્તાને ભારતીય વાયુ સેનાએ પોતાની સુરક્ષા વધારી દીધી છે. તેમજ પાક. સેનાની નજીકના વિસ્તારોમાં યુદ્ધઅભ્યાસ પણ વધારી દીધો છે.

Valsad: Massive fire breaks out in a company at Gundlav GIDC- Tv9

FB Comments

TV9 Web Desk6

Read Previous

UAE પણ પાકિસ્તાનને આપ્યો આંચકો, 22 હજાર કરોડ ‘ડેફર્ડ પેમેન્ટ’ સુવિધા અટકાવી દીધી, ક્રૂડ ઓઈલ માટે પડશે મુશ્કેલી

Read Next

શું ફરી ગુજરાતથી લોકસભાની ચૂંટણી લડી શકે છે વડાપ્રધાન મોદી ? સેન્સ લેવાની પ્રક્રિયા દરમિયાન ભાજપ નિરીક્ષકે કર્યો ખુલાસો

WhatsApp chat