તીડના નિયંત્રણ માટે તૈયાર કરાયા વાયુ સેનાના હેલિકોપ્ટર, જાણો કેવી રીતે કરશે કામ?

Indian Air Force has successfully designed & developed an Airborne Locust Control System on Mi-17 helicopters for tackling LocustAttack

વારંવાર તીડના આક્રમણના લીધે દેશના કૃષિ મંત્રાલયે મે મહિનામાં ઓટોમેટિક જંતુનાશક દવાનો છંટકાવ કરવા માટેના બે MI -17 હેલિકોપ્ટરમાં ફેરફાર કરવા માટે વિદેશની કંપની સાથે કરાર કર્યો હતો. જો કે આ કંપનીઓ કોરોના વાઈરસની મહામારીના લીધે ક્યારે કામ કરી આપે તે નક્કી નહોતું. આથી ભારતીય વાયુસેનાએ જ હેલિકોપ્ટરમાં મોડિફિકેશન કર્યું છે અને સફળતાપૂર્વક ટ્રાયલ પણ પૂર્ણ કર્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :  મહારાષ્ટ્રમાં વધી રહ્યું છે કોરોનાનું સંક્રમણ, 24 કલાકમાં નવા 4,878 કેસ નોંધાયા, જાણો મુંબઈની સ્થિતિ?

READ  જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો દૂર થયા બાદ સૌપ્રથમ આ સિનિયર IAS અધિકારીને મળી નાગરિકતા


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ભારતીય વાયુસેનાના યુનિટે આ પડકારજનક કામ હાથમાં લીધું હતું અને પૂર્ણ કર્યું હતું.  વાયુસેનાએ MI-17 હેલિકોપ્ટરમાં મોડિફિકેશનની પ્રક્રિયા હાથ ધરી હતી.  હેલિકોપ્ટરની બંને બાજુ સ્પ્રે નોઝલ લગાવવામાં આવી છે અને ત્યાંથી ઓટોમેટિક જંતુનાશક દવાનો છંટકાવ તીડના ઝુંડ પર કરી શકાશે.  ભારતીય વાયુસેનાના ચંદીગઢ સ્થિત ડેપોમાં આ મોડિફિકેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 800 લીટરની ટાંકી પણ ફીટ કરવામાં આવી છે અને તેના લીધે સતત 40 મિનિટ સુધી જંતુનાશક દવાનો છંટકાવ કરી શકાશે.

READ  બટાકાનું વાવેતર કરીને ખેડૂતો આ વર્ષે છે ખુશખુશાલ, જુઓ અમારી વિશેષ રજૂઆત

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Indian Air Force has successfully designed & developed an Airborne Locust Control System on Mi-17 helicopters for tackling LocustAttack

આ ઉપરાંત હેલિકોપ્ટરમાં ઈલેક્ટ્રીક પંપ પણ લગાવવામાં આવ્યો છે. કમ્પ્રેેસ્ડ એર દ્વારા સરળતાથી હેલિકોપ્ટરની બંને બાજુથી ઓટોમેટિક રીતે દ્વાવણનો છંટકાવ કરી શકાશે. બેંગલોરના ટેસ્ટ પાયલોટ્સ અને ટેસ્ટ એન્જિનિયર્સની ટીમે મોડિફાઈડ MI-17 હેલિકોપ્ટર પર  એરબોર્ન ટ્રાયલ સફળતાપૂર્વક હાથ ધરી છે. આમ કોરોના વાઈરસની મહામારીના લીધે વિદેશી કંપનીની મદદ રાહ જોયા વગર ભારતીય એરફોર્સે જ તીડની સામે છંટકાવ કરી શકાય એવી સુવિધા પોતાના હેલિકોપ્ટરમાં ઊભી કરી છે.

READ  સુરત: જેલમાં ઓનલાઇન અભ્યાસ, 63 કેદીઓ કરી રહ્યા છે ધોરણ-10 અને 12ની પરીક્ષાની તૈયારી

 

Oops, something went wrong.
FB Comments