વાયુસેના રશિયા પાસે R-27 મિસાઈલ ખરીદશે, 1500 કરોડ રૂપિયાની ડીલને મંજૂરી

ભારતીય વાયુસેનાએ રશિયા સાથે 1500 કરોડ રૂપિયાની R-27 મિસાઈલોને ખરીદવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ મિસાઈલનું વજન 253 કિલો છે. R-27 મિસાઈલને 60 કિલોમીટરની રેન્જ સુધી 25 કિલોમીટરની ઉંચાઈથી લોન્ચ કરી શકાય છે.

તાજેતરમાં જ ભારત અને રશિયાની વચ્ચે આ બીજી સૌથી મોટી ડીલ છે. આ પહેલા પણ ભારતે રશિયા સાથે 200 કરોડ રૂપિયાની એન્ટી ટેન્ક મિસાઈલ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એન્ટી ટેન્ક મિસાઈલને Mi-35 અટેક ચોપરની સાથે જોડવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ભારત-પાકિસ્તાન વચ્ચેની તણાવની પરિસ્થિતિમાં વડાપ્રધાન મોદીએ કહ્યું 'દેશવિરોધીઓ કો સૈના સે ડર લગ રહ્યાં હૈ તો, યહ ડર અચ્છા હૈ'

આ મિસાઈલોને સરકારે 10-I પરિયોજના હેઠળ લેવાનો નિર્ણય કર્યો છે. તેની હેઠળ નક્કી કરવામાં આવ્યું છે કે ત્રણે સેનાઓની પાસે જરૂરી સામાન ઉપલબ્ધ રહે. રશિયાએ આ મિસાઈલોને તેમના મિગ અને સુખોઈ ફાઈટર વિમાનોમાં તૈનાત કરવા માટે તૈયાર કરી છે. તેનાથી ભારતની પાસે મધ્યમથી લાંબી રેન્જમાં માર કરવાની ક્ષમતા થશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  48 વર્ષ બાદ ભારતીય વાયુસેનાએ સરહદ ઓળંગી, POKમાં 200-300 આતંકવાદીઓનો સફાયો, પાકિસ્તાનના 12 સૈનિકો પણ ઠાર

સંરક્ષણ મંત્રાલય તરફથી આપાતકાલીન જરૂરિયાતો માટેની મંજૂરી આપ્યા પછી છેલ્લા 50 દિવસમાં ભારતીય વાયુસેનાએ અત્યાર સુધી સામાનની ખરીદી માટે 7600 કરોડ રૂપિયા સુધીના સોદા કર્યો છે.

 

Oops, something went wrong.
FB Comments