લદ્દાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે LAC પર ઘર્ષણ

ભારત અને ચીનના સૈનિક બુધવારે પૂર્વ લદ્દાખમાં એકબીજા સામે ટકરાયા. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ પેંગોંગ તળાવના ઉત્તરી કિનારે ભારતીય અને ચીની સૈનિકો સામસામે ટકરાયા. 134 કિલોમીટર લાંબા પેંગોંગ તળાવના ત્રીજા ભાગનું નિયંત્રણ ચીન રાખે છે.

એક સુત્રએ જણાવ્યું કે પેટ્રોલિંગ દરમિયાન ભારતીય સૈનિકોની ટક્કર ચીનના પીપલ્સ લિબ્રેશન આર્મીના સૈનિકો સામે થઈ. ચીની સૈનિક આ વિસ્તારમાં ભારતીય સૈનિકોની હાજરીમાં વિરોધ કરવા લાગ્યા. તેની પર બંને તરફથી સૈનિકો વચ્ચે ટક્કર શરૂ થઈ ગઈ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સીઝફાયર કરવું પડ્યું ભારે, ભારતીય સેનાએ પાકિસ્તાની ચોકીઓ કરી તબાહ

ભારત અને ચીન તરફથી આ વિસ્તારોમાં સૈનિકોની સંખ્યા વધારી દીધી છે અને બંને પક્ષ તરફથી મોડી સાંજ સુધી સંઘર્ષ ચાલતો રહ્યો. સેના તરફથી આ વિસ્તારને લઈને કહેવામાં આવ્યું કે તણાવ ઓછો કરવા માટે સ્થાપિત દ્વિપક્ષીય વ્યવસ્થા હેઠળ બંને પક્ષ બ્રિગેડિયર સ્તરના અધિકારીઓ વચ્ચે વાતચીતથી સહમત થઈ ગયા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાનની પાકિસ્તાની સેનાને હાકલ ' તૈયાર રહો'

 

 

એક અધિકારીએ કહ્યું કે ભારત અને ચીનની વચ્ચે લાઈન ઓફ એક્ચુઅલ કંટ્રોલ (LAC)ની સ્થિતીને લઈને અલગ અલગ માન્યતાઓ છે. આ કારણથી આ પ્રકારની ઘટનાઓ થતી રહે છે. તેની સરહદ વ્યક્તિગત મીટિંગ અથવા ફ્લેગ મીટિંગ વગેરે દ્વારા ઉપાય શોધી કાઢવામાં આવે છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  અમેરિકાના મેગેઝીનનો દાવો ભારતીય વાયુસેનાએ નકાર્યો, કહ્યું કે ‘પાકિસ્તાનના F-16 વિમાન તોડી પાડ્યાના પુરાવા અમારી પાસે છે’

 

ઉલ્લેખનીય છે કે વર્ષ 2017માં પણ પેંગોંગ તળાવના ઉત્તરી કિનારા પર વિવાદીત વિસ્તારમાં બંને દેશોના સૈનિકોમાં ટક્કર થઈ હતી, આ દરમિયાન એક-બીજાની વિરૂદ્ધ પથ્થરો અને લાકડીનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

 

Oops, something went wrong.
FB Comments