આતંકીઓની ઘૂસણખોરી બનાવી નિષ્ફળઃ ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ POKમાં આતંકી અડ્ડાઓનો કર્યો સફાયો

ભારતીય સેનાના જાંબાઝ જવાનોએ પીઓકેમાં આતંકી અડ્ડાઓનો સફાયો કરી દીધો છે. પાકિસ્તાને કરેલી અવળચંડાઈ બાદ સેનાના જાંબાઝ જવાનોએ આતંકવાદીઓ સામે મોટી કાર્યવાહી કરી છે.. પીઓકેમાં આતંકીઓના 4 લોન્ચ પેડને ભારતીય સેનાએ આર્ટિલરી ગનથી ઉડાવી દીધા છે.. જેમાં આતંકીઓ અને પાકિસ્તાની જવાનો સહિત 15 લોકો ઠાર મરાયા છે. ભારતીય જવાનોએ તંગધાર, લીપા વેલી તેમજ નીલમ સહિતના કેમ્પો પર તોપમારો કર્યો અને આતંકીઓના સૂપડા સાફ કરી નાખ્યા.

READ  સુરત: ભારે વરસાદને પગલે ફરી ઓલપાડમાં ભરાયા પાણી, બજારની દુકાનોમાં ઘુસ્યા પાણી

આ પણ વાંચોઃ પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આ કારણથી કરી પાકિસ્તાની બાળકીની મદદ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ અડ્ડાઓમાંથી પાકિસ્તાન ભારતમાં આતંકીઓની ઘૂસણખોરી કરાવવા માગતા પાકિસ્તાનના મનસૂબા પર ભારતના જાંબાઝ જવાનોએ પાણી ફેરવી દીધુ છે. દુનિયામાં આતંક માટે પંકાયેલા પાકિસ્તાનને એક બાદ એક મોટા ઝટકા મળી રહ્યા છે. છતાં પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી. હંમેશા સરહદ પર વિવાદ છંછેડ્યા બાદ પાકિસ્તાનને પરિણામ ભોગવવું જ પડે છે. તેમ છતાં તે પોતાની નાપાક હરકતોથી બહાર નથી આવતું. પાકિસ્તાનની હરકતથી આ તણાવ એવા સમયે વધ્યો છે. જ્યારે કરતારપુર કોરિડોરને લઈ સંબંધો સુધરતા જણાઈ રહ્યા હતા. પરંતુ હવે સ્થિતિ વધુ તણાવગ્રસ્ત બને તેવી છે.

READ  શહીદ જવાનોના પરિવાર માટે ગુજરાત સરકારમાં માત્ર 4 લાખ રુપિયા આપવાની પોલીસી, CM વિજ્ય રુપાણીએ ક્હ્યું આગામી સમયમાં શહીદોના પરિવારને મળતી રકમ વધારવા અંગે નિર્ણય લઈશું


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

ઉલ્લેખનિય છે કે જમ્મુ-કાશ્મીરના તંગધાર સેક્ટરમાં પાકિસ્તાને સવારે જ સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હતું. જેમાં બે જવાન શહીદ થયા હતા. અને એક નાગરિકનું મોત થયું હતું. જ્યારે 3 લોકો ઘાયલ થયા હતા. પાકિસ્તાનની આ અવળચંડાઈ બાદ સેનાના જવાનોનું લોહી ઉકળી ઉઠ્યું. અને આતંકી કેમ્પોનો સફાયો બોલાવી દીધો.

READ  હાર્દિક પંડ્યા અને વિરાટ કોહલી વચ્ચે લાગી ગઈ ચેલેન્જ, જુઓ વિડિયોમાં એવું તો શું કરી નાખ્યું આ ગુજ્જુ ક્રિકેટરે

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

FB Comments