ભારતીય સેનાએ સરહદ પર આ કામ કરીને બનાવ્યો રેકોર્ડ, ચીનના પેટમાં રેડાયું તેલ

Indian Army built the Highest bridge

ભારતીય સેનાએ લદાખમાં એવો પુલ બનાવ્યો છે જેના લીધે ચીનના પેટમાં તેલ રેડાઈ શકે છે. ચીન અને ભારત બોર્ડર પર આ પુલ ભારતીય સેનાએ બનાવ્યો છે. આ પુલ એશિયાનો સૌથી ઉંચો પુલ છે અને તેને જોડતો રસ્તો પણ બનાવવામાં આવ્યો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  'મહાત્મા' બનવાની સફરથી લઇ ગાંધીજીની હત્યા પર બની છે આવી ફિલ્મો, જાણીને લાગશે નવાઇ!

આ પુલ બની જવાથી સૈનિકો માટે શસ્ત્રો અને જરુરિયાતની વસ્તુઓ સરળતાથી પહોંચાડી શકાશે. દૌલત બેગ ઓલ્ડી અને ડર્બકને આ રસ્તો કનેક્ટ કરશે. આ બાબતે ભારતના રક્ષા મંત્રાલયે પણ ટ્વીટ કરીને જાણકારી આપી હતી.

આ પણ વાંચો :  આ દેશોમાં બળાત્કાર માટે છે કડક સજા, ગોળી મારવાથી લઈને ફાંસીનો સમાવેશ

ભારતીય સેનાએ 16 હજાર ફૂટની ઉંચાઈએ આ પુલ બનાવ્યો છે. પુલ 70 ટન વજન સહન કરવાની ક્ષમતા ધરાવે છે. ઉલ્લેખનીય છે કે ચીને તો સરહદ સુધી રસ્તાઓ, હવાઈમથકો અને રેલવે લાઈનો બિછાવી દીધી છે પણ ભારતને સતત તે રોકી રહ્યું છે. ભારતીય સેના આ પુલની મદદથી સરહદ સુધી પહોંચી શકશે અને મોટા-મોટા ટેંક પણ લઈ જવામાં સરળતા રહેશે.

READ  વિશ્વમાં કોરોના વાઈરસના કેરથી 8900થી વધુનાં મોત, કુલ 2.18 લાખથી વધુ પોઝિટિવ કેસ નોંધાયા

 

Oops, something went wrong.
FB Comments