અમરનાથ યાત્રાનો આ વીડિયો જોઈને દરેક ભારતીયને સેના પર ગર્વ થશે!

અમરનાથ યાત્રાની સુરક્ષા ભારતીય આર્મીના હાથમાં હોય છે. આર્મીના જવાનો દરેક રીતે પોતાની ફરજ નિભાવે છે તેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. અમરનાથની સુરક્ષામાં ભારતીય સેનાની આઈટીબીપી ફોર્સ સતત તેનાત હોય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:  રથયાત્રામાં હાથી થયો બેકાબૂ, સર્જાયો અફરાતફરી ભર્યો માહોલ, જુઓ VIDEO

અમરનાથ યાત્રા ચાલી રહી છે અને તે દરમિયાન પહાડોમાંથી ભુસ્ખલન થયું હતું. આથી પથ્થરો યાત્રિકોની માથે પડી રહ્યાં હતા. આ સમયે આઈટીબીપી ફોર્સના જવાનોએ પોતાની તાકાત બતાવી અને યાત્રિકોનું રક્ષણ કર્યું.

READ  ભડકે બળ્યા તેલના ભાવ! મોંઘવારીનો માર, ગૃહિણીઓ પરેશાન, આ ભાવ વધારો અંકુશમાં ક્યારે?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આઈટીબીપી ફોર્સ દ્વારા એક વીડિયો તેના આધિકારીક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. જેમાં જવાનો પથ્થરોની સામે દીવાલ બનીને ઉભા રહી ગયા છે. હાલ આ પોસ્ટ સોશિયલ મીડિયામાં પણ ખાસ્સી વાયરલ થઈ રહી છે. જ્યારે પહાડ પરથી ભુસ્ખલન થવા લાગ્યું ત્યારે ફોર્સના જવાનોએ માનવ શૃંખલા બનાવી હતી અને પથ્થરોને યાત્રિકો પર પડતાં રોક્યા હતા.

READ  ગુજરાતના યુવાનોના આદર્શ અને ગુજરાતના IPS શોભા ભૂતડાની પાટણમાંથી દિલ્હી IBમાં નિમણૂક

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દેશની સેનાનો આ વીડિયો જોઈને દરેક વ્યક્તિને પોતાની સેના પર નાઝ કરી રહી છે. લોકો આઈટીબીપીના જવાનોની બહાદુરીના વખાણ કરી રહ્યાં છે. આમ આઈટીબીપીના જવાનો દ્વારા આ વીડિયોને સોશિયલ મીડિયામાં પણ શેર કરવામાં આવ્યો છે. સમય પર જ આઈટીબીપીના જવાનોએ જે સૂચકતા વાપરી છે તેના માટે સલામ લોકો કરી રહ્યાં છે અને આ પહેલને આવકારી રહ્યાં છે.

READ  VIDEO: સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો, જળસપાટી 136.84 મીટર પર પહોંચી

 

[yop_poll id=”1″]

 

Top 9 National News Of The Day : 28-03-2020 | Tv9GujaratiNews

FB Comments