12 પાસ કર્યા બાદ સેનામાં અધિકારી બનવાની સુવર્ણ તક, જાણો વધુ વિગત

ધોરણ 12 પુરૂ થયા બાદ વિદ્યાર્થીઓમાં આગળ શું કરવુ એ વિષયમાં ખુબજ મુંજવણો ઉભી થતી હોય છે. ત્યારે ભારતીય સેના દ્વારા ખુબ સારી તક આપવામાં આવે છે. 12 પાસ કર્યા બાદ તમામ વિદ્યાર્થીઓ માટે ભારતીય સેનામાં અધિકારી બનવાની સુવર્ણ તક છે.

આ માટે ટેકનિકલ એન્ટ્રી સ્કીમ TES આપવી પડે છે અને તેના માટે અરજી કરવી પડે છે. TESની ઓનલાઈન અરજી માટેની પ્રક્રિયા શરૂ થઈ છે. 8 જૂન સુધી આ પ્રક્રિયા માટે ઓનલાઈન અરજી કરી શકાશે.

READ  અમદાવાદમાં આંગડિયા પેઢીનો કર્મચારી લૂંટાયો, લૂંટારૂઓ થયા CCTVમાં કેદ, જુઓ આ VIDEO

TV9 Gujarati

સૈન્યમાં કાયમી કમિશન તરીકે આ ભરતી કરવામાં આવે છે. આ માટે ધોરણ 12માં ભૌતિકવિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ગણિત વિષય હોવું જરૂરી છે. તમામ ત્રણ વિષયોના કુલ મળીને ઓછામાં ઓછા 70 ટકા ગુણ આવશ્યક છે.

 

આ પણ વાંચો: 200થી વધારે દેશમાં જોવાશે વલ્ડૅકપ, ભારતમાં આ 7 ભાષામાં થશે પ્રસારણ

અરજી કરતા યુવાનની ઉંમર 16.6 વર્ષથી 19.6 વર્ષ વચ્ચે હોવી ફરજીયાત છે. આ કોર્સ હેઠળ કુલ 90 જગ્યાની ભરતી કરવામાં આવશે. આ કોર્સમાં 4 વર્ષની તાલીમ પ્રાપ્ત કર્યા પછી સેનામાં કાયમી કમિશન પ્રાપ્ત થશે. કોર્સ પુર્ણ થયા બાદ સેનામાં નોકરીની શરૂઆત થશે.

READ  30 વર્ષ સુધી દેશની સેવા કરનારા ભારતીય સૈનિકનું નામ NRC લિસ્ટમાં નથી

 

Latest News Stories From Gujarat : 22-09-2019 | Tv9GujaratiNews

FB Comments