યુદ્ધ માટે હથિયારનો સ્ટોક તૈયાર કરી રહી છે ભારતીય સેના, ચીન અને પાકિસ્તાનનું વધશે ટેન્શન

indian army preparing 40 days ammunition stock for war yuddh mate hathiyar no stock taiyar kari rahi che Indian army china ane pakistan nu vadhase tension

ભારતીય સેના 40 દિવસ સુધી યુદ્ધ લડવા માટેના હથિયારોનો સ્ટોક તૈયાર કરી રહી છે. આ સ્ટોકમાં સેના માટે રોકેટ અને મિસાઈલથી લઈ હાઈ કેલીબર ટેન્ક અને તેનો દારૂગોળો બનાવવામાં આવશે. તેની ખાસ વાત એ છે કે 40 દિવસના સ્ટોકમાં સેના સતત 10 દિવસ સુધી અટક્યા વગર યુદ્ધ લડી શકે છે.

 

READ  ભારતીય સેનાને પહેલીવાર દેશમાં બનેલા 40 હજાર બુલેટ પ્રૂફ જેકેટ્સ અપાશે

સંરક્ષણ મંત્રાલયના સૂત્રો મુજબ સેના માટે તૈયાર થનારા આ સ્ટોક 10 (I) લેવલના થશે. તેનો મતલબ છે કે સતત 10 દિવસની લડાઈ માટે સતત સ્ટોક કરવો. આ સ્ટોક 2022થી 2023 સુધી તૈયાર કરી લેવામાં આવશે. આ સ્ટોક્સને તૈયાર કરવાનો મતલબ એ નથી કે સેનાની પાસે અત્યાર સુધી યુદ્ધ માટે હથિયાર નહતા. આ સ્ટોક ખાસ કરીને પાકિસ્તાન અને ચીનને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી રહ્યો છે. સેનામાં ઘણા મહત્વપૂર્ણ હથિયારોનો સ્ટોક પહેલાથી જ ખુબ ઓછો છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  ફરી જાસૂસીકાંડ: પાકિસ્તાન માટે ભારતીય નેવીના 11 કર્મચારી જાસૂસી કરતાં ઝડપાયા!

સુત્રો મુજબ સેનાનો આગામી ટાર્ગેટ તેમાંથી ઘણા જરૂરી હથિયારોનો 40 (I) લેવલનો સ્ટોક તૈયાર કરવાનો છે. કારણ કે આટલી મોટી માત્રામાં તમામ પ્રકારના દારૂગોળાની હાલમાં જરૂરિયાત નથી. આટલો મોટો સ્ટોક રાખવો કોઈ પણ પ્રકારે સંભવ નથી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  અંબાજીમાં મા શક્તિની આરાધના-પૂજા અને દર્શન માટે ઉમટી ભક્તોની ભીડ, જુઓ VIDEO

 

 

તેની સાથે જ સંરક્ષણ મંત્રાલય 2022-2023ની વચ્ચે ડોમેસ્ટિક પ્રાઈવેટ સેક્ટર અને ફોરેન કોલેબોરેશનને 8 અલગ-અલગ ટેન્ક, આર્ટિલરી અને ઈન્ફેન્ટ્રીના હથિયાર બનાવવાનો કોન્ટ્રાક્ટ પણ આપશે. જેનું બજેટ લગભગ 1700 કરોડ રૂપિયા હશે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Oops, something went wrong.
FB Comments