ભારતીય આર્મીમાં થઈ શકે છે મોટા ફેરફાર, આર્મી ડ્રેસના કલરમાં કરી શકે છે બદલાવ, જાણો શા માટે

દેશમાં મોદીજીની સરકારમાં નોટબંધી બાદ ડ્રેસ બદલી થઈ રહી છે. ભારતીય સેનાની વર્દીમાં ફેરફાર થઈ શકે તેવી માહિતી સામે આવી છે. સેનાના હેડક્વાટર દ્વારા નવા ડ્રેસને લઈ કેટલાક સૂચનો મગાવ્યા છે. જવાનોની વર્દી સ્માર્ટ અને આરામદાયક બનાવવા અંગે સૂચન મગાવ્યા છે. સાથે દુનિયાની અલગ અલગ સેનાની વર્દીનો પણ અભ્યાસ કરાઈ રહ્યો છે. નવી વર્દીમાં યુદ્ધલક્ષી સુવિધાઓનો પણ ખ્યાલ રાખવામાં આવશે. તો જુદા-જુદા વિસ્તારના વાતાવરણને પણ ધ્યાનમાં લેવામાં આવશે.

આ પણ વાંચોઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી વખતે મણિશંકરે જે કહ્યું તેના પર ફરી બોલ્યા કે, મારી ભવિષ્યવાણી સાચી નહોતી

ભારતીય સેના થોડા સમય પછી અલગ અંદાજમાં નજર આવી શકે છે. સેનાના જવાનો જે કાપડમાંથી બનેલી વર્દી પહેરી રહ્યા છે તેને પણ બદલાવ કરી શકે છે. હાલમાં જે લીલા કલરમાં વર્દી બનાવવામાં આવે તે ટેરીકૉટની બને છે. જે ગરમી અને બફારા સમયે આરામદાયક નથી. પહેલા જવાનો દ્વારા સૂતરાવના કાપડની વર્દી પહેરવામાં આવતી હતી. ખાદી પ્રકારની વર્દીની કાળજી રાખવામાં મુશ્કેલી થતી હતી. તો બીજી તરફ જવાનોના રેંકને લઈને પણ બદલાવ થઈ શકે છે. હાલના સમયમાં જવાનોના ખંભા પર રેંક સ્ટાર લગાવવામાં આવે છે. જેને બદલીને બટનની પટ્ટી વચ્ચે લગાડવાનો વિચાર થઈ શકે છે.

READ  VIDEO: જયપુરમાં એક ભયંકર અકસ્માતમાં બે સગા ભાઈઓના મોત, CCTV જોઈને હચમચી જશો

તો આર્મી જવાનોના બેલ્ટને લઈને પણ કેટલાક વિચારો થઈ રહ્યા છે. સેનાના જવાનો સામાન્ય રીતે ચામડાનો મોટી જાડાઈ અને પહોંડાઈવાળો બેલ્ટ પહેરે છે. જેના બક્કલમાં રેજિમેન્ટનું નિશાન હોય છે. પોસ્ટિંગ દરમિયાન જે બેલ્ટ પહેરવામાં આવે છે તે કેનવાસની હોઈ છે. જેમાં પાણીની બોટલ રાખવા માટે અલગ હુક અપાયો હોય છે.

 

READ  ધોનીને એવા ક્યા કામે જવાના છે કે તેઓ વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે ભારતીય ટીમ સાથે નથી જઈ રહ્યાં?

ભારતીય સેનાની વર્દીમાં અગાઉ ત્રણ વખત ફેરફાર થયા છે.

ભારતીય સેનાની વર્દીમાં આ ચોથો ફેરફાર થઈ શકે છે. પહેલી વખત આઝાદી પછી પાકિસ્તાનની સેનાની વર્દીથી અલગ કરવા આપણે વર્દીના કલરમાં બદલાવ કર્યો હતો. આપણી અને પાકની આર્મી વર્દીમાં સમાનતા હતી. પાકિસ્તાની સેના હજુ પણ ખાખી વર્દીનો ઉપયોગ કરે છે. ભારતીય સેનાની વર્દીમાં બીજો ફેરફાર 1980માં પોસ્ટિંગ વખતે પહેરવામાં આવતી સૂતરાવ કાપડમાંથી બદલવામાં આવી હતી. ભારતીય સેનામાં પાંચ પ્રકારનો ડ્રેસ પહેરવામાં આવે છે.

READ  ઈન્ડિયન આર્મીને ફરી મળશે એ જાણીતી જુની ગાડી, મારૂતિ કરશે અલગથી નિર્માણ

Dahej-Ghogha Ro-Ro service to remain shut from tomorrow | Tv9GujaratiNews

FB Comments