ખેડૂતોની મદદ કરવામાં મોદી સરકાર પડ્યું મોડું, દેશના ચાર રાજ્યોમાં હાલમાં જ મળી રહી છે 5 હજારથી લઈ 10 હજાર સુધીની મદદ

2019ના અંતરિમ બજેટમાં ખેડૂતો માટે મોટી ભેટ આપવામાં આવી છે. જેમાં ખેડૂતોને વાર્ષિક 6 હજાર રૂપિયા આપવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાનથી લઈને તમામ લોકો મોદી સરકારના આ નિર્ણયને માસ્ટર સ્ટ્રોક ગણાવી રહ્યું છે પરંતુ તમાને જાણીને નાવાઈ લાગશે મોદી સરકાર પહેલાં ઘણાં રાજ્યોમાં ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે કેશ ટ્રાન્સફર સ્કીમ ચાલી રહી છે.

ખેડૂતોને દેશના ચાર જુદ્દા જુદ્દા રાજ્યમાં ખેડૂતોને વાર્ષિક પાંચ હજારથી લઈને 10 હજાર સુધી મદદ કરવામાં આવે છે. આવો જાણીએ ક્યાં રાજ્યમાં કઈ મદદ આપવામાં આવી રહી છે.

તેલંગાણામાં દર વર્ષે 8 હજાર રૂપિયા
‘રાયતુ બંધુ યોજના’ હેઠળ તેલંગાણાની કે. ચંદ્રશેખર રાવ સરકાર ખેડૂતોને બીજ, જંતુનાશક અને અન્ય વસ્તુઓના ખરીદી માટે 4 હજાર રૂપિયા પ્રતિ એકરના અને પ્રતિ સીઝનના આપે છે. મોટેભાગે રાજ્યમાં ખેતી માટે બે સીઝન હોય છે તેથી ખેડૂતોને 8 હજાર રૂપિયા વાર્ષિક સહાય મળે છે.

READ  વાહ! બાળકે પોતાના જ ઓપરેશનમાં ડૉક્ટરોને સંભળાવ્યું ગીત, જુઓ VIDEO

ઓરિસ્સામાં વાર્ષિક 10 હજાર
ઓરિસ્સામાં નવીન પટનાયકની સરકાર ખેડૂતોની સ્થિતિ સુધારવા માટે ‘કાલિયા યોજના’ શરૂ કરી છે. જેના માટે રાજ્યમાં લઘુ તેમજ મધ્ય વર્ગમાં આવતાં ખેડૂતોને 10 હજાર રૂપિયા ખેત ઉત્પાદન માટે આપવામાં આવે છે. જ્યારે જમીન વગરના ખેડૂતોને 12,500ની મદદ આપવામાં આવે છે. તેમજ માછીમારો, પશુપાલનોને અને મરઘાં ઉછેર કેન્દ્ર ચલાવનારા લોકોને પણ મદદ કરવામાં આવે છે.

READ  દિલ્હી ચૂંટણીનું સંપૂર્ણ પરિણામ જાહેર, 5 બેઠકના વધારા સાથે ભાજપના 8 ધારાસભ્યો વિધાનસભા પહોંચશે

ઝારખંડમાં ભાજપ સરકાર દ્વારા જ 5 હજારની મદદ
ઝારખંડમાં ભાજપ સરકાર ખેડૂતોને ગત વર્ષે ઈનકમ સપોર્ટ કાર્યક્રમ હેઠળ 23 લાખ નાના અને સીમાંત ખેડૂતોને પ્રતિવર્ષ 5000 રૂપિયા પ્રતિ એકર આપવાનો નિર્ણય જાહેર કર્યો છે. જેની શરૂઆત આ વર્ષથી જ થઈ છે.

મમતા સરકારની 5 હજારની મદદ
પશ્ચિમ બંગાળની મમતા બેનર્જીની સરકાર ખેત મજૂરો અને ખેડૂતોને માટે બે યોજનાની જાહેરાત કરી છે. જેમાં સરકાર તરફથી ખેડૂતોને દર વર્ષે 2 ભાગમાં 5 હજાર રૂપિયા પ્રતિ એકરની વાત કરી છે.

READ  મહારાષ્ટ્રમાં થયેલા ફેરબદલ પછી જનતા જાણવા માગે છે આ 5 પ્રશ્નના જવાબ

આ પણ વાંચો : રાહુલ ગાંધીએ બજેટ પછી હુંકાર, હવે મોદી સરકાર પર થશે સર્જિકલ સ્ટ્રાઈક !

[yop_poll id=”970″]

FB Comments