એક જમાનામાં બોલરોની ઊંઘ ઉડાવનારા તૂફાની બેસ્ટમેન સનથ જયસૂર્યાની ટોરેન્ટોમાં થઈ મોત?

એક જમાનામાં આ બેસ્ટમેન મેદાનમાં ઉતરી આવે તો બોલર કોઈપણ ટીમનો હોય પરંતુ તેની ઊંઘ ઉડાવી દેનારા સનથ જયસૂર્યાની અકસ્માતમાં મોત નિપજ્યાના સમાચાર સામે આવ્યા છે. 1996માં શ્રીલંકાની ટીમે જે પ્રદર્શન કર્યું હતું તેવું તો પછી ક્યારેય જોવા નથી મળ્યું. અને જે તે વખતે સનથ જયસૂર્યાએ પોતાની દમદાર બેટિંગ પણ દેખાડી હતી. ત્યારે 2019ના વર્લ્ડકપ પહેલા આ ધારદાર બેસ્ટમેનના મોતના સમાચાર વાઈરલ થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ નીતિન પટેલ સાથે દોઢ કલાક સુધી મુલાકાત કરી, ભાજપમાં જોડાઈ શકે છે

27મેની શ્રીલંકન ક્રિકેટર સનથ જયસૂર્યાના નિધનની ખબર આગની જેમ ફેલાઇ રહી છે. થોડા જ સમય બાદ ટીમ ભારના દિગ્ગજ બોલર આર અશ્વિને પણ ટ્વીટ કરીને પૂછ્યું કે સનથ જયસૂર્યાના નિધનની ખબર સાચી છે કે ખોટી. મને વૉટ્સએપ પર એવી ખબર મળી રહી છે પરંતુ ટ્વિટર પર આવું કંઇ જોવા નથી મળી રહ્યું. જે બાદ ક્રિકેટ પ્રેમીઓએ અશ્વિનને જાણકારી આપી કે આ ખબર ફેક છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

સોશિયલ મીડિયામાં એવા સમાચાર સામે આવ્યા કે, શ્રીલંકાના ક્રિકેટર સનથ જયસૂર્યાની ટોરેન્ટોમાં અકસ્માતમાં મોત થઈ છે. પણ સમગ્ર વાતનો ખુલાસો ખુદ સનથ જયસૂર્યાએ જ પોતાના ટવીટરના માધ્યમથી કરી દીધો છે. પોતાના ટવીટર પર ચાહકોને માહિતી આપી કે મને કશું જ નથી થયું. જે સમાચાર ચાલી રહ્યા છે તે એકદમ ખોટા છે. શ્રીલંકામાં હાલ હું હાજર છું હું કેનેડામાં તો ગયો જ નથી. સાથે અપીલ પણ કરી કે આ સમાચારને આગળ શેર ન કરો. આઇસીસીએ જયસૂર્યા વિરુદ્ધ એન્ટી કરપ્શન કોડનો ઉલ્લંઘન કરવા પર બે વર્ષનો પ્રતિબંધ મૂક્યો છે.

રાજકોટ: RTOની હેરાનગતીને લઈને સ્કૂલ ચાલકોમાં રોષ|Tv9GujaratiNews

FB Comments

Shyam Maru

Read Previous

‘ગુજરાતના 6 પાકોના બધી જ APMCના ભાવ જાણો’

Read Next

ક્રિકેટ વર્લ્ડકપ 2019 માટે બદલાઈ ગયા છે નિયમો, આ 7 નવા નિયમનો થયો ઉમેરો

WhatsApp પર સમાચાર