પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર અબ્દુલ કાદિરનું નિધન, સચિન સહિત ભારતીય ક્રિકેટરોએ આ રીતે કર્યા યાદ

પાકિસ્તાનના એક જમાનાના ખુબ પ્રખ્યાત સ્પિનર અબ્દુલ કાદિરનું 63 વર્ષની વયે નિધન થયું છે. તેમનું નિધન કાર્ડિયાક એરેસ્ટના કારણે થયું છે. કાદિરે પાકિસ્તાન માટે 67 ટેસ્ટ મેચ અને 104 વનડે મેચ રમી હતી.

આ પણ વાંચો: સૌરાષ્ટ્રવાસીઓ ચેતી જજો! દૂધમાં થઈ રહી છે મોટા પ્રમાણમાં ભેળસેળ, જુઓ VIDEO

તેમણે ટેસ્ટ મેચમાં 236 અને વનડેમાં 132 વિકેટ ઝડપી હતી. 1977 થી 1993 ની વચ્ચે તેઓ વિશ્વના સર્વશ્રેષ્ઠ લેગ-સ્પિનર તરીકે જાણીતા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચમાં કાદિર હંમેશા મહત્વનો ખેલાડી રહેતા હતા. કાદિરે 1993માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યાં પછી ક્રિકેટ કોમેન્ટ્રી કરી હતી અને તે પાકિસ્તાન ટીમનો મુખ્ય પસંદગીકાર પણ રહ્યા હતા.

કાદિરના નિધન પર શોક વ્યક્ત કરતાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટ્વિટ કર્યું કે ” ‘ઉસ્તાદ’ અબ્દુલ કાદિરના નિધનથી પીસીબી સ્તબ્ધ છે અને તેના પરિવાર અને મિત્રો પ્રત્યે ઉંડી શોકની લાગણી વ્યક્ત કરી છે.” પાકિસ્તાન તેમજ ભારતના કેટલાક ક્રિકેટરોએ ટ્વિટ કરીને તેમને શ્રદ્ધાંજલી આર્પણ કરી હતી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

https://twitter.com/harbhajan_singh/status/1170026775612510208

READ  શ્રીલંકા સામેની મેચમાં રોહિત શર્મા આ 3 વિશ્વ કપ રેકોર્ડ પોતાના નામે કરી શકે છે

1404 વિદ્યાસહાયકોને મળશે નિયમિત શિક્ષક તરીકેના તમામ લાભ

FB Comments