વર્લ્ડ બેંકે ભારતને આપ્યો મોટો ઝટકો! વિકાસ દરનો અંદાજ કર્યો ઓછો

આર્થિક મંદી વચ્ચે ભારતને વિશ્વ બેંક તરફથી વધુ એક આંચકો મળ્યો છે. વિશ્વ બેંકે હવે ભારતના વિકાસ દરનો અંદાજ ઘટાડ્યો છે. વર્લ્ડ બેંકે ભારતનો વિકાસ દર ઘટાડીને 6% કર્યો છે. વર્ષ 2018-19માં ભારતનો વિકાસ દર 6.9% હતો. દક્ષિણ એશિયા ઇકોનોમિક ફોકસનાં નવીનતમ સંસ્કરણમાં વર્લ્ડ બેંકે એમ કહ્યું હતું કે વર્ષ 2021 માં ભારત ફરી વિકાસ દર 6.9% પાછું મેળવી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  AIR STIKEથી જુસ્સામાં આવેલી મોદી સરકાર સામે ચૂંટણી પહેલા ટ્રમ્પ તરફથી આવ્યો TRADE WARનો મોટો પડકાર

વર્લ્ડ બેંકે કહ્યું છે કે ભારતનો આર્થિક વિકાસ દર સતત બીજા વર્ષે ઘટ્યો છે. 2017-18માં તે 7.2% હતો, જે 2018-19માં ઘટીને 6.8% થયો છે. જોકે, ઉત્પાદન અને બાંધકામની પ્રવૃત્તિઓમાં વધારો થવાને કારણે ઔદ્યોગિક આઉટપુટ ગ્રોથ વધીને 9.9% થયો છે, જ્યારે કૃષિ અને સેવા ક્ષેત્રમાં વૃદ્ધિદર 9.9% અને 5.5% હતો.

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  જો તમે JioFiber કનેકશન લેવાનું વિચારો છો તો જાણી લો બધી જ માહિતી એક Click પર

 

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પહેલા ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ફરી એક વખત ભારતનો જીડીપી વૃદ્ધિનો અંદાજ ઘટાડ્યો હતો. મૂડીઝનો અંદાજ છે કે નાણાકીય વર્ષ 2019-20 માટે ભારતનો જીડીપી ગ્રોથ 5.8% થઈ શકે છે. અગાઉ મૂડીઝનો જીડીપી વૃદ્ધિનો અંદાજ 6.2% હતો. આ સાથે મૂડીઝે ભારતીય અર્થવ્યવસ્થા અંગે પણ ગંભીર ચેતવણી આપી છે. મૂડીઝે કહ્યું છે કે જો અર્થવ્યવસ્થા ધીમી રહે છે, તો નાણાકીય ખાધ ઘટાડવાના સરકારના પ્રયત્નોને નુકસાન થશે. આ સાથે દેવાનો બોજ પણ વધશે.

READ  એક CLICKમાં જાણો વાયુસેનાએ કઈ રીતે કરી ઍર સર્જિકલ સ્ટ્રાઇક ? પાકિસ્તાની આર્મી સીઝફાયર ભંગ કરી ભારતીય આર્મીને એંગેજ રાખી રહી હતી, તેને ઍરફોર્સના હુમલાનો સપનામાંય ખ્યાલ નહોતો !

આ પણ વાંચો: આ મહિલામાં કોઈ આત્મા પ્રવેશી ગઈ છે? જાહેર રસ્તા પર ઉંધી દોડી યુવતી, જુઓ VIDEO

 

Top News Headlines Of This Hour : 29-01-2020 | Tv9GujaratiNews

FB Comments