પાકિસ્તાનમાં પણ ભારતની લોકસભા ચૂંટણીનું પરિણામ દેખાશે લાઈવ, ભારત સરકાર દ્રારા કરાઈ છે આ શહેરમાં ખાસ વ્યવસ્થા

લોકસભા ચૂંટણીના પરિણામોને ગણતરીના કલાકો બાકી છે. ભારતમાં વિવિધ પ્લેટફોર્મ પર પરિણામો જોઈ શકાશે પણ આ વખતે આ પરિણામો પાકિસ્તાનમાં પણ જોઈ શકાય તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

પાકિસ્તાનમાં ઈસ્લામાબાદ ખાતે આવેલાં ભારતના દૂતાવાસમાં લોકસભા ચૂંટણીના પરિણામો જોઈ શકાય અને તેના પર ડિબેટ થાય તે માટે ખાસ આયોજન કરાયું છે. પાકિસ્તાનમાં આવેલાં ભારતીય દૂતાવાસમાં લોકસભા ચૂંટણીનું પરિણામ લાઈવ દેખાડવામાં આવશે. જેમાં ચૂંટણી પ્રક્રિયાની તમામ અપડેટ આપવામાં આવશે. જેમાં ચૂંટણીના પરિણામો આવ્યા બાદ પાકિસ્તાન ખાતે આવેલાં ભારતના દૂતાવાસમાં આ પરિણામો કેમ આવ્યા અને ક્યા મુદ્દાઓને લઈને વધારે અસર પડી વગેરે બાબતો પર ચર્ચા પણ સાંજે 7.30 વાગ્યે કરવામાં આવશે.

READ  કોરોના વાઈરસને લઈને મજાક કરવી પડી મોંઘી, થઈ શકે છે 5 વર્ષની જેલની સજા!

 

 

આ પણ વાંચો: શું કામ પાકિસ્તાનના લોકો ઈચ્છી રહ્યાં છે કે નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન ના બને?

ઈસ્લામાબાદ ખાતે આવેલાં ભારતના દૂતાવાસમાં એલઈડી સ્ક્રીન લગાવીને લાઈવ ટેલિકાસ્ટ કરવામાં આવશે જે બપોરના 12 વાગ્યાથી શરુ કરી દેવાશે. આમ પાકિસ્તાનના મીડિયા હાઉસની પણ ભારતના ચૂંટણી પરિણામો પર નજર છે અને તેઓ પણ ઉત્સુક છે કોની સરકાર બનશે અને ભારતની જનતા કોને પોતાનો જનાદેશ આપશે.

READ  હેલમેટ નથી તો તપેલી ચાલશે? જુઓ VIRAL VIDEO

 

Modi-Trump Meet : Security has been tightened in Ahmedabad | Tv9GujaratiNews

FB Comments