તમને ખબર હોય કે ના હોય પણ દૂનિયામાં સૌથી સસ્તું ઈન્ટરનેટ ભારતમાં મળે છે, ઝિમ્બાબ્વેમાં 1GB ડેટા માટે ચૂકવવા પડે છે 5 હજાર રુપિયા !

દૂનિયાના દેશોમાં 1 GB ઈન્ટરનેટ ડેટા માટે  કેટલો ખર્ચો કરવો પડે છે તેને લઈને એક અહેવાલ પ્રકાશિત થયો છે.  જેમાં ભારતની સ્થિતિ ખૂબ જ સારી છે અને વિશ્વમાં 1 GB ડેટા માટે ભારતનો એવા દેશોમાં સમાવેશ થાય છે જે સૌથી ઓછા રુપિયા ખર્ચે છે. 

Cable.co.uk. ના એક રીસર્ચમાં ડેટાની કીમતને લઈ ચોંકાવનારો ખુલાસો થયો છે. આ રિસર્ચમાં 1 GB ડેટા માટે કયા દેશમાં કેટલા રૂપિયા ચુકવવા પડે છે, તે કહેવામાં આવ્યું છે, UAEમાં 1 GB મોબાઈલ ડેટા માટે 2 બે ડોલર એટલે કે, 141 રૂપિયા આપવા પડે છે. જે વૈશ્વિક સરેરાશ કિંમત કરતા વધારે છે.

 

READ  મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ બની વૈશ્વિક છઠ્ઠી મોટી એનર્જી કંપની

બ્રોડબૈંડ ડેટા પૈકેજના સર્વેમાં સામે આવ્યું કે, સંયુક્ત અરબ અમીરાતમાં 1 GB ડેટા માટે 721 રૂપિયા ચુકવવા પડે છે. જ્યારે ઝિમ્બાબ્વેમાં 1 GB ડેટા માટે 5 હજાર રૂપિયા ચુકવવા પડે છે. જેની સામે ભારતના મોબાઈલ વપરાશકર્તા લોકોને સૌથી સસ્તા ભાવે 1 GB ડેટા મળે છે અને તે માટે માત્ર 18 રૂપિયા ચુકવવા પડે છે. જ્યારે ઝિમ્બાબ્વેમાં ડેટાનો ભાવ હાલમાં સૌથી વધારે છે.

ભારતની તુલનામાં 1 જીબી ડેટાની કિંમત પાકિસ્તાનમાં સાડા સાત ગણી છે.

ડેટાના ભાવ અંગે ભારત અને પાકિસ્તાનની વાત કરવામાં આવે તો. ભારતમાં 1 GB ડેટા માત્ર 18 રૂપિયામાં મળે છે, ત્યારે પાકિસ્તાનમાં કિમત સાડા સાત ગણી વધારે ચુકવવી પડે છે. જેથી જે કિંમત એક જીબી ડેટા માટે ભારત 18 રુપિયા ચૂકવે છે તેનો ભાવ પાકિસ્તાનમાં 130 રુપિયા છે.  Cable.co.uk. દ્વારા રિપોર્ટ તૈયાર કરવા માટે 230 દેશના 6313 મોબાઈલ ડેટા પ્લાનની મદદ લેવામાં આવી છે. 23 ઓક્ટોબર 2018 થી 28 નવેમ્બર 2018ની વચ્ચે તૈયાર કરવામાં આવ્યો છે. તૈયાર થયેલા રિપોર્ટમાં સંયુક્ત અરબ અમીરાતને 163મો નંબર તો કુવૈતને સસ્તો  ડેટા આપવાવાળા દેશોમાં સામેલ કરવામાં આવ્યો, જ્યાં ડેટા માત્ર 141 રૂપિયામાં મળે છે.

READ  6 કરોડ PF ખાતાધારકો માટે આવ્યા સારા સમાચાર, શ્રમ મંત્રાલયની નવી જાહેરાત

માત્ર ભારત નહી પરંતુ કિર્ગિસ્તાનમાં ડેટા 19 રૂપિયે, કઝાખિસ્તાનમાં 34 રૂપિયા અને યુક્રેનમાં 36 રૂપિયામાં 1 GB ડેટા મળે છે. તો બીજી તરફ અમેરિકામાં 846 અને કેનેડામાં 847 રૂપિયા 1 GB ડેટા માટે ચુકવવા પડે છે.

Meeting held at CM Rupani's residence, Ex-MLAs put forward their issues| TV9News

FB Comments