ન્યૂયોર્ક: 6 લાખ ડૉલરના કોરોના રિલીફ ફ્રોડમાં ભારતીય મૂળના ડૉક્ટર વિરૂદ્ધ કેસ દાખલ

indian origin doctor in new york accused of cheating during corona epidemic

ન્યૂયોર્કમાં એક મૂળ ભારતીય ડૉક્ટર પર કોરોના વાઈરસ મહામારી દરમિયાન છેતરપિંડી કરી 6,30,000 ડૉલરનો ફ્રોડનો આરોપ લગાવવામાં આવ્યો છે. આ પહેલા તેમની પર હેલ્થકેર છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવી ચૂક્યો છે અને છેલ્લા આરોપોને કારણે તે પ્રી-ટ્રાયલ રિલીઝ પર હતા. સંયૂક્ત રાજ્યના અટોર્નીએ જણાવ્યું કે 26 જૂને સરકારી લોનમાં છેતરપિંડી કરવાના આરોપમાં અમીત ગોયલને દોષી ગણાવવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

પહેલા પણ લાગી ચૂક્યા છે આરોપ

નવેમ્બર 2019માં 57 વર્ષના અમીત ગોયલ પર સ્વાસ્થ્ય સેવા સંબંધિત છેતરપિંડી, વાયરફ્રોડ અને સ્વાસ્થ્ય સંબંધિત મામલાથી ખોટા નિવેદન આપવાના આરોપ લગાવવામાં આવ્યા હતા અને તેમને પ્રી-ટ્રાયલ રિલીઝ પર રાખવામાં આવ્યા હતા. હેલ્થકેર છેતરપિંડી, વાયર ફ્રોડ, સ્વાસ્થ્ય મામલાથી સંબંધિત ખોટા નિવેદનો આપવા, બેન્ક છેતરપિંડી, લોન માટે અને અન્ય એક મામલે ખોટા નિવેદનો આપવાને લઈ પણ તેમની ઉપર આરોપ લાગેલા છે.

READ  VIDEO: AMCનો કામગીરીનો દેખાડો, 16 ખાનગી હોસ્પિટલને નોટિસ અપાઈ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

આ રીતે કરી છેતરપિંડી

વ્હાઈટ પ્લેન્સની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવેલા સુપરસાઈડિંગ ઈન્ડિકટમેન્ટમાં સામેલ આરોપ મુજબ ગોયલે પેચેક પ્રોટેક્શન પ્રોગ્રામ દ્વારા સરકારના બિઝનેસ લોન પ્રોગ્રામ હેઠળ 6,30,000 ડૉલરથી પણ વધારે લોન માટે અરજી કરી. તેને 21 એપ્રિલ 2020એ ‘અમીત ગોયલ’ તરીકે વ્યવસાય કરવા માટે 3,58,700 ડૉલરની રકમ માટે પ્રથમ અરજી કરી.

READ  કોરોનાના દર્દી પાસેથી બેફામ ફી નહીં વસુલી શકે ખાનગી હોસ્પિટલો, ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કર્યો આદેશ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ત્યારબાદ એક અલગ વ્યવસાય બતાવીને 2,78,500 ડૉલરની રકમ માટે બીજી લોન માટે અરજી કરી. જેના માટે ફેડરલ નિયમો હેઠળ ના પાડવામાં આવી. પ્રત્યેક લોનને યોગ્ય સાબિત કરવા માટે તેમને સમાન કર્મચારીઓ અને પેરોલ કોસ્ટને બતાવીને પેરોલ ખર્ચાના રિપોર્ટ રજૂ કર્યા. અરજીમાં બતાવ્યું કે તે સંબંધિત વ્યવસાયના 100 ટકા માલિક છે અને તેમની પાસે તે સિવાય અન્ય કોઈ વ્યવસાય નથી. આ પ્રકારે 3,58,700 ડૉલર અને ત્યારબાદ 2,78,500 ડૉલરની લોનની ચોરી કરી.

READ  અમદાવાદમાં 3 મે સુધી વેપારીઓ દુકાન નહીં ખોલે: AMC કમિશનર વિજય નહેરા
Oops, something went wrong.

 

FB Comments