કોરોના વાયરસ: જનતા કર્ફ્યુથી પેસેન્જર ટ્રેનો પર લાગશે બ્રેક, ભારતીય રેલવેનો નિર્ણય

indian railways new list of 200 trains irctc Khuskhaber aa 200 train ma aaj thi booking sharu jano vigat

22 માર્ચે લાગનારા જનતા કર્ફ્યુને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવેએ મોટો નિર્ણય કર્યો છે. ભારતીય રેલવેએ 21 માર્ચની અડધી રાતથી (12 વાગ્યાથી) 22 માર્ચ રાત્રે 10 વાગ્યા સુધી તમામ પેસેન્જર ટ્રેનોને રદ કરી દીધી છે. જો કે, સવારે સાત વાગ્યે શરૂ થયેલી ટ્રેનો કોઈપણ અવરોધ વિના તેમના લક્ષ્યસ્થાન પર પહોંચી શકે છે.

69 years old Italy origin man died of Coronavirus in Jaipur, Rajasthan. Total COVID19 death toll rises to 5 in India Desh ma corona virus na karane aa rajya ma thayu 1 vyakti nu mot aatyar sudhi kul 5 loko na mot

ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન લિમિટેડએ જણાવ્યું કે મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં કેટરિંગની સુવિધા આગામી આદેશ સુધી બંધ કરવામાં આવી છે. IRCTCનું કહેવું છે કે ફુટ પ્લાઝા, રિફ્રેશમેન્ટ રૂમ, ખોરાક અને સેલ કિચન પણ બંધ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  નિર્ભયા સામૂહિક દુષ્કર્મ કેસઃ પટિયાલા હાઉસ કોર્ટે તમામ ગુનેગારોની ફાંસી પર લગાવી રોક

સુત્રો દ્વારા મળતી માહિતી મુજબ મેલ અને એક્સપ્રેસ ટ્રેન પણ સવારે 4 વાગ્યાથી રોકી દેવામાં આવશે. તેની સાથે જ લોકલ ટ્રેન સેવાઓને ઘટાડીને ન્યૂનતમ સ્તર પર લાવવામાં આવશે. રેલવે અધિકારીઓ મુજબ જનતા કર્ફ્યુ દરમિયાન કુલ 2400 મુસાફરી ટ્રેન બંધ રહેશે. તેમાં 1,300 મેલ એક્સપ્રેસ ગાડીઓ, પેસેન્જર ટ્રેન અને મોટી સંખ્યામાં લોકલ ટ્રેન સામેલ છે.

READ  VIDEO: રાજકોટમાં માસ્ક વગર બહાર નીકળતા રેલવે હોસ્પિટલના કર્મચારીને 1 હજારનો દંડ


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

કોરોના વાયરસને ધ્યાનમાં રાખી રેલવે પહેલા જ બિનજરૂરી યાત્રા ટાળવા માટે 245 ટ્રેન રદ કરી ચૂક્યુ છે. મેલ અને એક્સપ્રેસ ટ્રેનમાં ઓન બોર્ડ કેટરિંગ સર્વિસને પણ આગામી આદેશ સુધી બંધ કરી દેવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  VIDEO: અમદાવાદમાં મહિલા તબીબે ચોથામાળેથી છલાંગ લગાવીને કર્યો આપઘાત, સીસીટીવીમાં કેદ થઈ ઘટના

 

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદીએ કોરોના વાયરસના સંકટને લઈ આગામી 22 માર્ચે સવારે 7 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુનું આહ્વાન કર્યુ છે. વડાપ્રધાને કહ્યું કે આવશ્યક સેવાઓથી જોડાયેલા લોકોને છોડીને કોઈને પણ ઘરની બહાર ના નીકળવું જોઈએ.

 

Oops, something went wrong.
FB Comments