ભારતીય રેલવેમાં ધોરણ 10 પાસ માટે નોકરીની જગ્યા, આવેદન કરવા માટેની આ છે છેલ્લી તારીખ

indian railway job for 10th pass and graduate apply online from january 7 2020 indian railway ma 10 pass mate nokri ni jagya aavedan karva mate ni aa che antim tarikh

ભારતીય રેલવેએ નોકરી માટે નોટિફિકેશન જાહેર કર્યુ છે અને આ પદો માટે આવેદનની પ્રક્રિયા 7 જાન્યુઆરીથી શરૂ થશે. તેમને જણાવી દઈએ કે સ્પોર્ટસપર્સનના ઘણા પદો પર વેકેન્સી છે. જાણો તમે કેવી રીતે કરશો આવદેન

प्रतीकात्मक फोटो

વેસ્ટર્ન રેલવે Level 2(Gr.C)ના 2 અને Level 1 (Erstwhile Gr.D)ના 12 પદ પર નોકરીની જગ્યા માટે રેલવેએ જાહેરાત બહાર પાડી છે. જેમાં Level 2(Gr.C)માં આવેદન કરવા માટે ઉમેદવારની યોગ્યતા કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ધોરણ 12 પાસ કરેલું હોવું છે. જ્યારે Level 1 (Erstwhile Gr.D)માં આવેદન કરવા માટે ઉમેદવારે કોઈ પણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંથી ધોરણ 10 પાસ અને ITIનું સર્ટિફિકેટ હોવું જોઈએ.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  જાણો કેમ આ પરિવાર પાસે દરેક ઉમેદવાર ચૂંટણી હોય ત્યારે મત માંગવા જાય છે

આવેદન કરવા માટેની શરૂઆત તારીખ 7 જાન્યુઆરી 2020થી લઈ અંતિમ તારીખ 6 ફેબ્રુઆરી 2020 સુધી કરી શકાશે. જેમાં Level 2(Gr.C)ની પોસ્ટ માટે પગાર 19,900થી 63,200 રૂપિયા રહેશે. Level 1 (Erstwhile Gr.D)ની પોસ્ટ માટે પગાર 18,000થી 56,900 રૂપિયા રહેશે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

READ  VIDEO: લીંબડી-બગોદરા હાઈવે પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના મોત, રાજ્યમાં આજે ત્રણ અકસ્માતમાં કુલ 9 લોકોનાં મોત થયા

 

Level 2(Gr.C)ની પોસ્ટ માટે આવેદન કરવા માટેની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધારેમાં વધારે ઉંમર 30 વર્ષની છે. Level 1 (Erstwhile Gr.D)ની પોસ્ટ માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને વધારેમાં વધારે ઉંમર 33 વર્ષની છે. જે પણ ઉમેદવાર આ પદ પર આવેદન કરવા ઈચ્છે છે, તે રેલવેની અધિકૃત વેબસાઈટ પર જઈ આવેદન કરી શકે છે.

READ  VIDEO: 'વાયુ' સંકટના કારણે સૌરાષ્ટ્ર જતી ટ્રેન અને ST બસ સેવા રદ્દ, 14 જૂન સુધી સૌરાષ્ટ્ર તરફ જતી ST બસ સેવા બંધ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

દિલ્હીમાં હિંસા ફેલાવનારાને દેખાતા જ ગોળી મારવાનો આદેશ

FB Comments