હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન નહી લાગે આંચકાઓ, રેલવેએ 20 વર્ષ જુના કોચમાં કર્યો ફેરફાર

હવે ટ્રેનમાં મુસાફરી દરમિયાન મુસાફરોને ઝટકા નહી લાગે. રેલવેએ તેનો ઉપાય શોધી લીધો છે. રેલવેએ બે કોચને જોડતા સેન્ટર બફર કપલર્સ (CBC)ને રેટ્રોફિટ કરીને ટ્રેનમાં લાગતી ઝટકાની સમસ્યાને હલ કરી છે, રેલવે બધા જ LHB કોચમાં આ ફેરફાર કરી દીધો છે.

Indian Rail

લગભગ 2 દાયકા પહેલા રેલવેએ ટ્રેનોમાં LHB કોચ લગાવવાના શરૂ કર્યા હતા. તેનાથી ટ્રેનોમાં ઝટકાની સમસ્યા આવતી હતી, પ્રીમિયમ ટ્રેનોમાં પણ આ સમસ્યા આવતી હતી. રાજધાની,શતાબ્દીમાં આરામનો વાયદો આ ઝટકાઓના કારણે પુરો થઈ શકતો ન હતો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  શરૂ થવા પહેલાં જ દેશની સૌથી ઝડપી ટ્રેન પર થયો વિવાદ, પછી રેલવે વિભાગે T-18 ના ભાડામાં કર્યો ફેરફાર

વધારે સ્પીડ અને બ્રેક લગાવવા દરમિયાન આ ઝટકા આવતા હતા. આ ઝટકાને કારણે ઘણી વખત મુસાફરોનું બેલેન્સ બગડી જતુ તો ક્યારેક કોઈની પર ચા કે પાણી પડી જતુ હતું, સંસદમાં પણ આ મુશ્કેલીને લઈને ચર્ચાઓ થઈ ચૂકી છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

નવા CBCમાં શું હશે?

હવે CBCsમાં સિંગલ પેક ડ્રાફ્ટ ગિયર કે ફ્લોટિંગ પ્લેટ ડ્રાફ્ટ ગિયરની જગ્યાએ બેલેન્સ ડ્રાફ્ટ ગિયર લગાવવામાં આવ્યા છે. જુના CBCsમાં ઈન્ટરનલ મુવમેન્ટના કારણે ઝટકા લાગતા હતા, નવા બેલેન્સ ડ્રાફ્ટ ગિયરમાં શોક-એબ્જોર્વર્સ લાગેલા છે. 2 કપલર્સની વચ્ચે તુટવાને લીધે કોઈ ગેપ ના બને તેના માટે એન્જિનિયરોએ તેને ફોલ્ડ કરી દીધા છે. RDSOને નવી ડિઝાઈન પર કામ કરવા માટે કહેવામાં આવ્યુ છે.

READ  VIDEO: સુરતની મહાનગરપાલિકામાં i-Phone વગર કામ નહીં, પ્રજાના ટેક્ષમાંથી 4 લાખ 60 હજારના i-Phone ખરીદ્યા

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પુરી પ્રક્રિયામાં 2 વર્ષનો સમય લાગશે, પ્રતિ કોચ લગભગ 5 લાખ રૂપિયા ખર્ચ આવશે. તે સિવાય રેલવે વંદેભારત એક્સપ્રેસના આધારે સેમી-ઓટોમેટિક કપલિંગ્સના ઉપયોગની યોજના બનાવી રહી છે. હવે ડ્રાઈવરોને આદેશ આપવામાં આવ્યા છે કે તે 30 કિલોમીટર પ્રતિકલાકથી વધારે સ્પીડ પર ડાયનેમિક બ્રેકિંગનો ઉપયોગ કરે.

READ  જો આવું થયું તો ભારત સરળતાથી જીતી જશે ક્રિકેટ વલ્ડૅ કપ 2019, જાણો અજિંક્ય રહાણેએ શું કહ્યું?

આ પણ વાંચો: Video: સાચા અને સારા બીજ કેવી રીતે ઓળખશો?

ટ્રેનના ડ્રાઈવરોને વધારે સ્પીડ પર એર-બ્રેકનો ઉપયોગ કરવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. ડ્રાઈવરને એન્જિનની ડાયનેમિક બ્રેકનો વધારેમાં વધારે ઉપયોગ કરવાની સલાહ આપવામાં આવી છે.

 

Top 9 News From Gujarat: 22/2/2020| TV9News

FB Comments