રેલવે ખાનગી કંપનીઓને ટ્રેનની જવાબદારી આપવાની તૈયારીઓમાં, મુસાફરોને કરવામાં આવશે આ અપીલ

IRCTC હવે ટ્રેન પણ ચલાવશે તેના માટે ભારતીય રેલવે ખાનગી કંપનીઓને જવબાદારી આપવાની તૈયારીઓમાં છે. ટ્રેનોનું સંચાલન ઓછી વસ્તી અને પર્યટનથી જોડાયેલા રૂટો પર થશે. રેલવે બોર્ડના દસ્તાવેજો મુજબ આવનારા 100 દિવસોમાં ટ્રેનોની જવાબદારી ખાનગી કંપનીઓને આપવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

જો યોજના મુજબ કામ થશે તો પ્રયોગ તરીકે શરૂઆતમાં રેલવે IRCTCને 2 ટ્રેનોનું સંચાલન કરવાની જવાબાદારી આપશે. ટિકિટ અને ઓન બોર્ડ સેવા IRCTC દ્વારા આપવામાં આવશે અને તેના બદલામાં રેલવેને એક સાથે રકમ મળશે. આ ટ્રેનો ઓછી વસ્તી ધરાવતા અને મહત્વપૂર્ણ પર્યટન સ્થળ પર સંચાલિત કરવામાં આવશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  રેલવેએ ટિકીટ કેન્સલ કરવા પર વસુલવામાં આવતા ચાર્જને લઈને કરી આટલી મોટી કમાણી!

કયા રૂટ અને પર્યટન સ્થળ સંચાલિત થશે તેનો નિર્ણય રેલવે જ કરશે. આ ટ્રેન સ્વર્ણિમ ચતુર્ભુજ અને મોટા શહેરની મુસાફરી નક્કી કરશે. તે સિવાય રેલવે ટ્રેનના રેક્સની જવાબદારી પણ IRCTCને આપશે. રેલવે બોર્ડના ચેરમેન વી.કે.યાદવ દ્વારા રેલવેના અધિકારીઓને પત્ર લખીને તેના વિશેની જાણકારી પણ આપવામાં આવી છે.

રેલવે ખાનગી કંપનીઓને તેમની ઈચ્છા જાહેર કરવાની તક આપશે, જેથી જાણી શકાય કે રાત-દિવસ ચાલતી આ ટ્રેનો માટે કઈ-કઈ કંપનીઓ ઈચ્છુક છે. ખાનગી કંપનીઓને કોન્ટ્રાક્ટ આપતા પહેલા ટ્રેડ યૂનિયનો સાથે સંપર્ક કરવામાં આવશે.

READ  ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડે કહ્યું કે, કોર્ટ બહાર નિર્ણય કરવામાં આવશે નહીં


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

તેની સાથે જ રેલવે મુસાફરોને મોટા પ્રમાણમાં સબસિડી છોડવાની અપીલ કરવાની તૈયારીમાં છે. તેના માટે રેલવે ટિકિટ ખરીદતા અને બુક કરતા સમયે સબિસીડી છોડવાની અપીલ કરવામાં આવશે. મુસાફરો માટે વિકલ્પ હશે કે તે સબસિડી છોડે અથવા ના છોડે.

READ  મોદીના જિગરી દોસ્તથી જાની દુશ્મન બનેલા તોગડિયાનો મોદી વિશે સૌથી મોટો ખુલાસો ! જાણવા માટે CLICK કરો

આ પણ વાંચો: છેલ્લા 2 દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા 40નો વધારો, ડબ્બાના ભાવ 1810ની પાર પહોંચ્યા, જુઓ VIDEO

સબસિડી છોડવાની અપીલ ઉજ્જવલા યોજનાની જેમ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉજ્જવલા યોજનામાં મોદી સરકારે લોકોને ગેસ સિલિન્ડરમાં મળતી સબસીડી છોડવાની અપીલ કરી હતી. જેનો સરકારને મોટા પ્રમાણમાં ફાયદો મળી રહ્યો છે.

 

Ahmedabad: Fire breaks out in a textile factory on Changodar-Bavla highway, 3 fire fighters on spot

FB Comments