રેલવે સ્ટેશનો પર ભીડ ઘટાડવા માટે આવી રહ્યી છે નવી સિસ્ટમ, આવી રીતે મળશે એન્ટ્રી

રેલવે વિભાગ દ્વારા હવે એક નિયમમાં ફેરબદલ કરવામાં આવ્યો છે. હવે તમે ટિકીટ વિના કોઈપણ રેલવે સ્ટેશનની અંદર જ નહીં જઈ શકો. સ્ટેશનો પર ભીડ ઓછી કરવા માટે રેલવે દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.

 

ભારતના રેલવે સ્ટેશનો પર લોકોની ભીડ ઓછી કરવા માટે રેલવે વિભાગ હવે નવો નિયમ લાવી રહી છે. જેમાં જેની પાસે ટિકીટ છે જે તે હવે કોઈપણ રેલવે સ્ટેશનમાં પ્રવેશી શકશે. હવે આ માટે સ્પેશિયલ મશીનો લગાવવામાં આવશે અને તેના દ્વારા સંચાલન કરાશે. જેવી રીતે એરપોર્ટમાં એન્ટ્રી અને એક્ઝીટ હોય છે તેવી જ વ્યવસ્થા અહીં કરવામાં આવશે. આ સુવિધા રેલવે વિભાગ પોતાના મુસાફરોની સુરક્ષા વધારવા માટે લાવી રહી છે.

READ  રાજકોટના માર્કેટ યાર્ડમાં હડતાળ પર બેસેલા ખેડૂતોએ પાકવીમા મુદ્દે સરકારને આપ્યું અલ્ટીમેટમ

આ પણ વાંચો:  જો તમે 10મું ધોરણ પાસ છો તો સરકાર આપી રહી છે તમારા વિસ્તારમાં જ નોકરી, જાણો તમામ વિગત

ભારતમાં જેટલાં પણ રેલવે સ્ટેશન A અને A1 કેટેગરીના છે તેમાં ખાસ કરીને આ સુવિધા લાગુ કરવામાં આવશે. એવી રીતે ગેટ લગાવવામાં આવશે જેના લીધે જો તમારી પાસે ટ્રેનની ટિકીટ હશે તો જ તમે અંદર જઈ શકશો. આ માટે રેલવે વિભાગે 115 કરોડ રુપિયાનું પેકેજ પણ જાહેર કર્યું છે. વધુમાં મોસમ વિભાગની સાથે પણ રેલવે વિભાગ હવે કામ કરશે અને ક્યાં કેટલો વરસાદ છે તેની જાણકારી મેળવીને ટ્રેનોનું સંચાલન કરશે.

READ  મુંબઈ માટે વર્ષો બાદ આવી સૌથી સારી અને મોટી ખબર, ફરી ખુલશે ડાન્સ બાર, જાણો ડાન્સ બારમાં તમે શું કરી શકશો અને શું નહીં ?

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આમ મૌસમ વિભાગની સીધી સિસ્ટમ પણ વિવિધ રેલવે સ્ટેશનોમાં લગાવવામાં આવશે જેના દ્વારા ટ્રેનોનું પરિચાલન સરળતાથી કરી શકાશે. મોસમ વિભાગના ડેટા રેલવે વિભાગ મોનિટર કરી શકશે અને તેના પરથી પોતાના નિર્ણય લઈ શકશે.

 

News Headlines @ 6 PM : 23-09-2019 | Tv9GujaratiNews

FB Comments