એક મહિલાને ટ્રેનમાં આવ્યા પીરિયડ, મિત્રએ કરી રેલ વિભાગને કરી TWEET, અને રેલ વિભાગે કર્યું કંઈક એવું કે સૌ કોઈ રહી ગયા દંગ

ભારતીય રેલવે મુસાફરોની સુરક્ષા અને સુવિધાઓ માટે સતત ધ્યાન આપે છે. ડિજિટલ ઈન્ડિયાના વધતા ઉપયોગ સમયમાં પહેલા પણ એવા ઘણાં દાખલા આપણે જોઈ ચૂક્યા છીએ જેમાં મુસાફર કોઈ મદદ માટે ભારતીય રેલવેને ટ્વીટ કરે અને શક્ય હોય તેટલી જલ્દી તેમને મદદ પહોંચાડવામાં આવે.

હાલમાં જ કેન્દ્રીય ગૃહપ્રધાને ટ્રેનમાં સફર દરમિયાન ઓનલાઈન એફઆઈઆર નોંધાવવાની વાત કરી હતી.

તો ગયા દિવસોમાં સફર દરમિયાન જ એક મહિલા મુસાફરના પીરિયડ્સ શરૂ થઈ ગયા. તે સમયે તેની પાસે સેનેટ્રી પેડ ન હતા જેનાથી તેને ઘણી મુશ્કેલી પડી. આ દરમિયાન જ તેની સાથે સફર કરી રહેલા મિત્રએ ઈન્ડિયન રેલવે સેવાને ટ્વીટ કરી તો રેલવે તરફથી મહિલા યાત્રીને સેનેટ્રી પેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા.

READ  ભારતીય રેલવેએ તત્કાલ ટિકીટના બુકિંગ સમયમાં કર્યો બદલાવ, હવે લાગુ પડશે આ નવા નિયમો

મુશ્કેલી પડવાથી પુરુષ મિત્રએ કરી ટ્વીટ

કર્ણાટકના મુસાફર વિશાલ ખાનાપુરે પોતાની મિત્રની સાથે બેંગલરૂંથી હોસપેટે જંક્શન જઈ રહ્યા હતા. સફર દરમિયાન તેની મહિલા મિત્રને અચાનક પીરિયડ શરૂ થઈ ગયા અને આ દરમિયાન તે યુવતી પાસે પેડ ન હતા. વિશાલે આખરે મુશ્કેલી પડતા સંબંધિત ઑથોરિટીને સેનેટ્રી નેપકિન અને મેફટાલ સ્પાસ (પેઈન કિલર) માટે ટ્વીટ કર્યું. વિશાલની ટ્વીટ પર ઈન્ડિયન રેલ સેવા તરફથી જવાબ આપવામાં આવ્યો. અને સાથે જ ટ્વીટ પર IRCTCનો પણ જવાબ આવ્યો.

READ  ગુજરાતની જુદી-જુદી APMCમાં અનાજના ભાવ શું રહયા, જાણો એક ક્લિક પર..

વિશાલે કહ્યું કે રાત્રે 11 વાગીને 6 મિનિટે રેલવે અધિકારી મારી મિત્ર પાસે પહોંચ્યા. તેનો PNR નંબર અને મોબાઈલ નંબર લીધા અને સાથે જ જરૂરી સામાન માટે તેની સાથે વાત કરી. ત્યારબાદ જ્યારે ટ્રેન 2 વાગ્યાની આસપાસ અરસીકેરે સ્ટેશન પહોંચી તો મૈસૂર ડિવિઝનના અધિકારી તે સામાન સાથે તૈયાર ઉભા હતા જેની યુવતીને જરૂર હતી. રેલવે વિભાગનો આવો રિસ્પોન્સ જોઈને સૌ કોઈ આશ્વર્યચકિત રહી ગયું.

READ  ભાજપના કેન્દ્રીય મંત્રીના આરોપ પર અભિનેતા રિતેશ દેશમુખે આપ્યો આ જવાબ

200 મોટા સ્ટેશન પર લાગશે નેપકિન ડિસ્પેન્સર

મહિલા યાત્રીને પેડ અને દવા તેને જવાના સ્થળ કરતા 140 કિમી પહેલા મળી ગયા. અધિકારીઓએ મહિલા યાત્રીને કરેલી મદદ અંગે કહ્યું કે તેઓ મુસાફરોની મદદ માટે હંમેશાં તત્પર રહે છે. રેલવે દેશભરના 200 નવા સ્ટેશન પર સેનેટ્રી નેપકિન ડિસ્પેન્સર શરૂ કરવા જઈ રહ્યું છે. આ સુવિધાને ઈન્ટરનેશનલ વિમેન ડે એટલે માર્ચ 8થી શરૂ કરવામાં આવશે.

[yop_poll id=643]

Oops, something went wrong.
FB Comments