ઉત્તર પ્રદેશના ઈટાવામાં આ વૃદ્ધને ટ્રેનની ટિકિટ હોવા છતાં ઉતારી દેવાયા, બસમાં ગાજીયાબાદ સુધી કરવી પડી સફર

ઉત્તર પ્રદેશના ઈટાવાથી એક વિચિત્ર પ્રકારની ઘટના સામે આવી છે. રેલવેમાં 72 વર્ષીય વૃદ્ધને ટ્રેનમાંથી ઉતારી દેવાયા હતા. કારણ કે વૃદ્ધે ધોતી અને કુર્તો પહેર્યો હતો. માહિતી પ્રમાણે શતાબ્દી ટ્રેનના કે.સી2 કોચની 72 નંબરની સીટ પર ગાજીયાબાદ જવા માટે ટિકિટ લીધી હતી. પણ વૃદ્ધને એટલા માટે ચડવા ન દેવાયા કારણ કે તેમણે પરંપરાગત કપડાઓ પહેર્યા હતા.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  3000 કરોડના ખર્ચે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું નિર્માણ પણ સરદારના ઘરની હાલત છે આવી!

આ પણ વાંચોઃ રાહુલ ગાંધી બાદ મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવરાનું રાજીનામું, લોકસભા ચૂંટણી અગાઉ બન્યા હતા અધ્યક્ષ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ટ્રેનમાં હાજર પોલીસ અને કોચ અધિકારીના વર્તનથી નારાજ વૃદ્ધે ફરિયાદ બુકમાં એન્ટ્રી કરી હતી. આ બાદ ટ્રેનની ટિકિટ બુક હોવા છતાં બસમાં સફર કરવો પડ્યો હતો. આ વૃદ્ધનું નામ રામઅવધ દાસ છે. જેઓ ગાજીયાબાદ જવા માટે ઈટાવા સ્ટેશન પહોંચ્યા હતા. રેલ મંત્રાલયે સંબંધિત અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીનો દાવો કર્યો છે.

FB Comments