ભારતમાં સેમી હાઈસ્પીડ ટ્રેન-18 બાદ હવે દોડશે ટ્રેન-19, સ્લીપિંગ કોંચ સહિત આ સુવિધાઓથી સજ્જ હશે નવી ટ્રેન

ભારતને પોતાની પહેલી સેમી હાઈસ્પીડ ટ્રેન મળી ગયી છે અને હવે આ જ મોડેલમાં સુધારા કરીને ટ્રેન 19ને તૈયાર કરવામાં આવી રહી છે. ટ્રેન 18ને વંદે ભારત એક્સપ્રેસના નામે ઓળખવામાં આવે છે અને આ ટ્રેન ભારતની પ્રથમ એન્જિન વગરની સેમી હાઈસ્પીડ ટ્રેન છે. આ ટ્રેને ભારતમાં એક લાખ કિમી સફર કાપીને એક વિક્રમ પણ બનાવી દીધો છે.

ચેન્નઈમાં આવેલી ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી હવે ટ્રેન 18નું સ્લીપર વર્ઝન બનાવશે જેમાં મુસાફરો આરામથી સફર કરી શકશે. આ વર્ષથી ટ્રેન-19 પર કામ કરવામાં આવશે. ટ્રેન 18 ભારતની સૌથી સારી ટ્રેનમાંની એક છે જેમાં ઓટોમેટિક દરવાજાઓ, દિવ્યાંગો માટે અલગથી શૌચાલયની વ્યવસ્થા, સીસીટીવી કેમેરા અને અન્ય સુવિધાઓ આપવામાં આવી છે. આ ટ્રેન સ્લીપર સુવિધા ધરાવતી નથી અને તેને લઈને ટ્રેન 19 બનાવવામાં આવશે જેમાં મુસાફરી આરામદાયક રહેશે. ટ્રેન 19માં ઈન્ટરક્નેક્ટેડ બ્રેક, સ્પીડને ખાસ સુધારા કરવામાં આવશે. એરોડાઈનેમિક્સના આધારે તેની ડિઝાઈનમાં પણ ફેરફાર કરાશે.

READ  આમાંથી કોઈ ટ્રેનમાં રિઝર્વેશન તો નથી કરાવ્યું ને? જોઈ લેજો, ડિસેમ્બર મહિનામાં થઈ રહી છે રદ્દ!

 

 

આ પણ વાંચો:  સુરતના અગ્નિકાંડને લઈને માનવ અધિકાર પંચે ગુજરાત સરકારને પાઠવી નોટિસ

હાલ વંદે ભારત એક્સપ્રેસ દિલ્હી અને વારાણસી વચ્ચે ચાલી રહી છે જે સફર 160 કિમી પ્રતિકલાકની ઝડપે 8 કલાકમાં કાપે છે. આ ટ્રેનના નિર્માણ પાછળ 97 કરોડ રુપિયાનો ખર્ચ થયો છે. હવે સરકાર દિલ્હીથી અમૃતસર વચ્ચે પણ આ ટ્રેન દોડાવવાની વિચારણા કરી રહી છે. ઉલ્લેખનીય છે કે આ ટ્રેન 18 જે વંદે ભારત એક્સપ્રેસના નામે ઓળખવામાં આવે તેમાં ખાસ સુધારણા કરીને ટ્રેન-19 લોંચ કરવામાં આવશે. ટ્રેન 18ને લઈને ભારતમાં અને  વિદેશોમાં પણ ચર્ચા છે.

READ  IRCTCએ નિયમમાં કર્યો ફેરફાર હવે તમે પરિવારના સભ્યના નામે પણ ટિકીટ ટ્રાન્સફર કરી શકશો, કરવું પડશે માત્ર આ કામ

 

In Gujarat, Total 62 tested positive for coronavirus till the date | Tv9GujaratiNews

FB Comments