ભારતીય ટીમને મોટો ઝટકો, રીષભ પંત બાદ હવે ટીમનો આ ખેલાડી પણ થયો ઈજાગ્રસ્ત

Indian team ne moto jatko rishbh pant bad have team no aa kheladi pan thayo ijagrasht

ઓસ્ટ્રેલિયાની સામે પ્રથમ વન-ડે મેચમાં રીષભ પંત ઈજાગ્રસ્ત થયા પછી હવે સ્ટાર ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પણ ઈજાગ્રસ્ત થયા છે. શિખર ધવન ઓસ્ટ્રેલિયાની સામે બીજી વન-ડે મેચ દરમિયાન પેટ કમિન્સના બાઉન્સર પર ઈજાગ્રસ્ત થઈ ગયા, જેના કારણે તે ફિલ્ડિંગ માટે મેદાન પર આવ્યા નહતા.

Shikhar Dhawan

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  VIDEO: સુરતમાં પાર્કિગ બાબતે વાહનચાલક અને ટોઈંગ ટીમ વચ્ચે ઘર્ષણ, પાઈપથી હુમલો કરતા એક વ્યક્તિ ઈજાગ્રસ્ત

યુજવેન્દ્ર ચહલ તેમની જગ્યાએ ફિલ્ડિંગ કરી રહ્યા હતા. ધવન ભારતીય ઈનિંગની 10મી ઓવરના બીજા બોલ પર ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. તેમને દર્દ હોવા છતાં 96 રનની ઈનિંગ રમી, જેનાથી ભારતે 6 વિકેટ પર 340 રન બનાવ્યા.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

READ  સતત 3 દિવસ સુધી રહેશે બેંક બંધ, આવી રહી છે આ રજાઓ, જાણો વિગત

 

પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે 50 ઓવરમાં 340 રન બનાવ્યા અને ઓસ્ટ્રેલિયાને જીત માટે 341 રનનો ટાર્ગેટ આપ્યો. રોહિત શર્મા અને શિખર ધવનની ઓપનિંગ જોડીએ ભારતને ધમાકેદાર શરૂઆત આપી. બંને ખેલાડીએ પ્રથમ વિકેટ માટે 81 રનની ભાગીદારી કરી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

READ  27 વર્ષ પહેલા જ ભારતીય ટીમની ટી-શર્ટ કેસરી રંગની બની શકતી હતી પણ આ કારણે પસંદ કરવામાં આવ્યો બ્લુ રંગ

શિખર ધવને 96 રન બનાવ્યા, જ્યારે કોહલીએ 76 બોલમાં 78 રન અને રાહુલે 52 બોલમાં 80 રન બનાવ્યા. શ્રીલંકાની સામે છેલ્લી ટી-20 મેચમાં ફોર્મમાં પરત ફરનારા બેટ્સમેન ધવને ઓસ્ટ્રેલિયા સામે ધમાકેદાર બેટિંગ કરી હતી.

 

Top News Stories From Gujarat: 10/4/2020| TV9News

FB Comments