ભારતીય ટીમના ખેલાડીઓની નવી ટી-શર્ટ સાથેની તસવીરો આવી સામે, જુઓ Photos

ભારત વિશ્વ કપમાં રવિવારે ઈંગ્લેન્ડની સામે જે ટી-શર્ટ પહેરીને ઉતરશે તેની અધિકૃત તસ્વીરો સામે આવી ચૂકી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) અધિકૃત ટી-શર્ટ સ્પોન્સર નાઈકે તેની તસવીર જાહેર કરી છે.

આ ટી-શર્ટ પહેરીને મેજબાન ટીમ ઈંગ્લેન્ડ સામેની મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ રમશે. ક્રિકેટ વિશ્વ કપના અધિકૃત ટ્વિટર એકાઉન્ટથી વિરાટ કોહલી, મહેન્દ્ર સિંહ ધોની અને હાર્દિક પંડયાની તસવીરો ઓરેન્જ ટી-શર્ટમાં શેર કરી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  સુપ્રીમ કોર્ટે શ્રીસંત પર લગાવેલો આજીવન ક્રિકેટ ન રમવાનો પ્રતિબંધ હટાવ્યો, તો પણ કેમ હજી ક્રિકેટના મેદાનમાં આવી શકશે નહીં ?

ICCના નિયમ મુજબ વન-ડે મેચમાં ટીમોને અલગ અલગ રંગની ટી-શર્ટ પહેરીને મેદાનમાં ઉતરવુ પડશે. જો બંને ટીમોની ટી-શર્ટનો રંગ એક સરખો હોય તો મહેમાન ટીમને બીજા રંગની ટી-શર્ટ પહેરવી પડે છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

આ પણ વાંચો: નવસારી જિલ્લામાં ભારે વરસાદના પગલે ગણદેવી તાલુકાના 8 ગામોને કરાયા એલર્ટ, જુઓ VIDEO

 

READ  VIDEO: રાજ્ય શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાઇકોર્ટ સમક્ષ આ કારણોસર માફી માગવી પડી

ભારતની ટીમ ઈંગ્લેન્ડ સામેની મેચમાં ઓરેન્જ રંગની ટી-શર્ટ પહેરીને મેદાને ઉતરશે. તેની તસવીર મોહમ્મદ શમીએ પણ તેમના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી છે. આ ટી-શર્ટને લઈને ચર્ચાઓ તેની જાહેરાત સમયે જ શરૂ થઈ ગઈ હતી.

આ ટી-શર્ટના રંગને લઈને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીના નેતાઓએ ભાજપ પર પ્રહારો કર્યા હતા. તેમનુ કહેવું હતું કે મોદી સરકાર ક્રિકેટમાં પણ ભગવાકરણ કરવા ઈચ્છે છે. જ્યારે નિયમ મુજબ ટી-શર્ટના રંગની પસંદગી BCCI કરે છે.

READ  INX કેસ મામલે પિતા પી.ચિદમ્બરમની ધરપકડ પર પુત્ર કાર્તિ ચિદમ્બરમે શું આપ્યુ નિવેદન!

 

Dates of Gujarat assembly by-polls likely to be announced, today | Tv9GujaratiNews

FB Comments