સુડાનની રાજધાની ખાર્તૂમની એક ફેકટરીમાં બ્લાસ્ટ, 18 ભારતીય સહિત 23 લોકોની મોત

indians-killed-in-factory-fire-in-sudan-indian-embassy-khartoum

સુડાનની રાજધાની ખાર્તૂમની એક ફેકટરીમાં થયેલા બ્લાસ્ટમાં 18 ભારતીય સહિત 23 લોકોની મોત થઈ છે. જ્યારે 130થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. સુડાનની રાજધાની ખાર્તૂમની એક ફેક્ટરીમાં મોટો ધડાકો થયો છે. આ અંગે વિદેશ પ્રધાન એસ.જયશંકરે જાણકારી આપી છે. વિદેશ પ્રધાને કહ્યું કે, આ અંગે મને હાલમાં જ માહિતી મળી છે. જેમાં 18 ભારતીયોનું મોત નિપજ્યું છે. અને અન્ય લોકો ગંભીરત રીતે ઘાયલ થયા છે.

READ  વિરાટની સેનાએ દક્ષિણ આફ્રિકાને હરાવીને વિશ્વકપનો પ્રથમ મેચ જીત્યો, રોહિતે ફટકારી સદી

આ પણ વાંચોઃ નાગરિકતા સંશોધન બિલને કેબિનેટની મંજૂરી બાદ સંસદના બંને ગૃહમાં રજૂઆત પહેલા વિરોધ શરૂ

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ ધમાકામાં કુલ 23 લોકોના મોત થયા છે. જ્યારે 130 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘટનાનું કારણ LPG સિલિન્ડરમાં બ્લાસ્ટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારતીય મિશને પણ આ અગે જાણકારી આપી છે. બ્લાસ્ટ સમયે એક ઈંધનથી ભરેલું એક ટેન્કર અનલોડ થઈ રહ્યું હતું. ઘાયલોની સારવાર માટે સ્થાનિક તંત્ર કામે લાગી ગયું છે.

READ  વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, 3.25 લાખ કંપનીઓ બંધ થઈ ગઈ પણ મોદી મુર્દાબાદના નારા કેમ ના લાગ્યા?


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

FB Comments