લૉકડાઉનના કારણે પોર્ટુગલમાં 150 ગુજરાતીઓ સહિત 400 ભારતીયો ફસાયા, મદદ માટે કરી અપીલ

Indians stranded in Portugal seeking govt help

લૉકડાઉનના કારણે પોર્ટુગલમાં 150 ગુજરાતીઓ સહિત 400 ભારતીયો ફસાયા છે, જેમની હાલત કફોડી છે. કોરોના સંકટના કારણે તેઓના નોકરી-ધંધા બંધ થઇ જતા અને છેલ્લા ત્રણ મહિનાથી કોઇ આર્થિક સહાય કે વળતર ના મળતા, આ લોકો પાસે હવે ખાવા-પીવાના પણ પૈસા નથી રહ્યા. ફસાયેલા લોકોનો દાવો છે કે તેમને પોર્ટુગલ સરકાર તરફથી કોઇ મદદ નથી મળી રહી. ભારતીય દૂતાવાસ દ્વારા પોર્ટુગલ સરકાર પાસે સહાય માગવા છતાં પણ કોઇ સહાય નથી મળી રહી. ફસાયેલા લોકોમાં કોઇ ફરવા ગયા હતા, તો કોઇ નોકરી-ધંધા અર્થે. ફસાયેલાઓમાં ગર્ભવતી મહિલાઓ અને બાળકોનો પણ સમાવેશ થાય છે. તેમણે ભારત સરકાર અને ગુજરાત સરકાર પાસે મદદ માગી છે.

READ  મહેસાણાની કડી APMCમાં પેડી(ચોખા) ના ભાવ રહ્યા સૌથી વધારે, જાણો જુદા-જુદા પાકોના ભાવ

આ પણ વાંચો: પાકિસ્તાન : કરાચીના રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ દૂર્ઘટના, 90થી વધારે લોકોના મોતની આશંકા

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

FB Comments