ચીનને આર્થિક મોર્ચે પડ્યો સૌથી મોટો ફટ્કો, 17 વર્ષમાં બેરોજગારી દર સૌથી ઉંચો ઝડપથી ઘટી રહી છે નોકરી

સંયુક્ત રાષ્ટના સુરક્ષા પરિષદમાં ચીને ફરી એક વખત આતંકવાદી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવાના મામલે પોતાની અવળચંડાઇ દેખાડી હતી. જે પછી ભારતમાં ચીનના સામનનો બહિષ્કાર શરૂ થયો છે. સોશિયલ મીડિયા પર #BoycottChineseProducts અને #BoycottChina ટ્રેન્ડ કરી રહ્યું છે. ત્યારે ચીનની પોતાના ઘરેલું ઉત્પાદનમાં પણ મોટો આંચકો લાગી રહ્યો છે.

આ વર્ષના શરૂઆતના બે મહિનામાં જ ચીનની આર્થિક સ્થિતિ છેલ્લા 17 વર્ષમાં સૌથી નબળી સાબિત થઈ છે. ચીનના સરકારી આંકડાઓના હિસાબે 2019ના પહેલાં બે મહિનામાં જ ઔદ્યોગિક ઉત્પાદન 17 વર્ષના સૌથી નીચલાં સ્તર પર પહોંચી ગઈ છે.

READ  તહેવારોમાં ભેટ આપવાની તૈયારીમાં RBI, ફરી ઓછા થશે તમારા EMI?

આ પણ વાંચો : સુપ્રીમ કોર્ટે શ્રીસંત પર લગાવેલો આજીવન ક્રિકેટ ન રમવાનો પ્રતિબંધ હટાવ્યો, તો પણ કેમ હજી ક્રિકેટના મેદાનમાં આવી શકશે નહીં ?

2018ના ડિસેમ્બર મહિનામાં બેરોજગારી દર 4.9 ટકા પર હતો જે ફેબ્રુઆરીમાં વધીને 5.3 ટકા પર પહોંચ્યો હતો. કેટલાંક અર્થશાસ્ત્રીઓ તેના માટે અમેરિકા સાથે ચાલી રહેલા ટ્રેડ વોરને જવાબદાર ગણાવી રહ્યું છે. તેમજ ચીનમાં શરૂઆતના બે મહિનાઓમાં ઘણી રજાઓ હતી તેથી ઉત્પાદન ક્ષેત્રમાં નોંધનીય ઘટાડો જોવા મળી રહ્યો છે.

 

READ  ગુજરાતીઓ રહો સાવધાન! રાજ્યના વડોદરામાં કોરોના વાયરસનો પ્રથમ શંકાસ્પદ કેસ!

ચીનનો જીડીપી વિકાસ દર ગતવર્ષે 2018માં 6.6 ટકા હતો, જે પણ છેલ્લા 28 વર્ષના સૌથી નીચલા સ્તર પર હતું. એટલું જ નહીં સરકારી અહેવાલ પ્રમાણે આ વર્ષે પણ જીડીપી વિકાસ દર 6 થી 6.50ની વચ્ચે રહી શકે તેવી શક્યતા રહેલી છે.

Oops, something went wrong.

FB Comments