VIDEO: દેશમાં કોરોનાના 6,663 નવા કેસ નોંધાયા, એક જ દિવસમાં આટલા વધુ કેસ નોંધાયાની પહેલી ઘટના

India's coronavirus cases cross 1,31,000

કોરોના વાઈરસથી દેશમાં ગઇકાલે ફક્ત એક જ દિવસમાં 6 હજાર 663 કેસ નોંધાતા હાહાકાર મચ્યો છે. એક જ દિવસમાં આટલા વધુ કેસ નોંધાયાની આ પહેલી ઘટના છે. આ પહેલા 22 મેના રોજ 6 હજાર 570 પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે જ દેશમાં પોઝિટિવ કેસનો આંકડો 1 લાખ 31 હજાર 423 પર પહોંચ્યો છે.

READ  ચીનને આર્થિક મોર્ચે પડ્યો સૌથી મોટો ફટ્કો, 17 વર્ષમાં બેરોજગારી દર સૌથી ઉંચો ઝડપથી ઘટી રહી છે નોકરી
દેશમાં સક્રિય કેસની સંખ્યા વધીને 73 હજાર 162 ને પાર પહોંચી છે. તો વધુ 142 લોકોનાં મોત સાથે કુલ મોતનો આંકડો 3 હજાર 868 પર પહોંચી ગયો છે. ગઇકાલે એક જ દિવસમાં વધુ 2,552 દર્દીઓએ કોરોનાને માત આપી છે, આ સાથે દેશમાં અત્યાર સુધી કુલ 54 હજાર 385 લોકો સાજા પણ થઇ ગયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

READ  KHELO INDIA 2020 : સ્પર્ધકોએ મેળવ્યા 15 ગોલ્ડ મેડલ, દેશમાં 9માં ક્રમાંકે ગુજરાત

FB Comments