એન્જિન વગરની દેશની સૌપ્રથમ સેમી હાઈસ્પીડ ટ્રેન જે જગ્યા લેશે શતાબ્દી એક્સપ્રેસની!

India's first engine-less Train, T-18
India's first engine-less Train, T-18

ભારતીય રેલની મહત્વાકાંક્ષી ટી-18 ટ્રેન બુધવારે 2,150 કિમીનું અંતર કાપીને ટ્રાયલ માટે દિલ્હી પહોંચી. દિલ્હી બાદ સહારનપુર અને મુરાદાબાદ વચ્ચે ટી-18 ટ્રેનનું ટ્રાયલ લેવાનું નક્કી કરાયું છે. કહેવાય છે કે ટ્રેનની સીટ્સ પર મુસાફરોની જગ્યાએ રેતી ભરેલા કોથળા મૂકવામાં આવશે જેથી અસર જાણી શકાય.

T18 has a potential to travel up to the speed at 160 kmph as against 130 kmph for Shatabdis
T18 has a potential to travel up to the speed at 160 kmph as against 130 kmph for Shatabdis

જોકે પહેલા એ ખબર પણ વાયરલ થઈ હતી કે ટી-18 ટ્રેન તેના પહેલા ટ્રાયલમાં જ નિષ્ફળ રહી હતી. જોકે, રેલવેના સૂત્રોના કહેવા પ્રમાણે ટી-18 ટ્રેનમાં આ પ્રકારની કોઈ ઘટના નથી બની. મીડિયા રિપોર્ટ્સમાં એવું પણ કહેવામાં આવ્યું કે ચેન્નાઈના જે ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરીના ઈલેક્ટ્રિક ટ્રેક પર ટી-18નો ટ્રાયલ થઈ રહ્યું હતું ત્યાં હાઈ વોલ્ટેજના કારણે ટ્રેનના ઘણાં ભાગ બળીને ખાક થઈ ગયા હતા. ત્યારબાદ ટી-18ને ઈલેક્ટ્રિકલ એન્જિન લગાવીને ચેન્નાઈથી દિલ્હીના સફદરગંજ સ્ટેશન પહોંચાડવામાં આવી.

READ  સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ, અનેક નદીઓ બની ગાંડીતૂર, જુઓ VIDEO

જોકે રેલને ઓફિસર્સનું કહેવું છે કે આ પ્રકારની કોઈ ઘટના ટી-18માં નથી થઈ. આ સમાચાર ખોટા છે કે ટ્રેનનો કોઈ ભાગ બળી ગયો હોય. ઓફિસર્સના કહેવા પ્રમાણે ટ્રેનને સલામત રીતે જ દિલ્હી લાવવામાં આવી છે.

એક રેલવે અધિકારીના કહેવા પ્રમાણે કોઈ પણ ટ્રેનને ચલાવવા માટે સીઆરએસ ક્લિયરન્સની જરૂર હોય છે. ત્યારબાદ જ ટ્રેનને એકથી બીજી જગ્યાએ લઈ જઈ શકાય છે. અને આ ટ્રેન પણ ક્લિયરન્સ બાદ દિલ્હી લાવવામાં આવી છે.

READ  ભારત-ચીન તણાવ વચ્ચે અચાનક વડાપ્રધાન મોદી પહોંચ્યા લેહ, CDS બિપિન રાવત પણ હાજર
India's first engine-less Train, T-18
India’s first engine-less Train, T-18

ઉલ્લેખનીય છે કે ટી-18 એટલે કે ટ્રેન-18 દેશની સૌપ્રથમ એવી ટ્રેન છે જેમાાં અલગથી એન્જિનનો ડબ્બો નથી લાગ્યો. જ્યારે કે આ ટ્રેનના ઘણાં કોચ એવા છે જે સેલ્ફ પાવર્ડ છે.

શતાબ્દી ટ્રેનની જગ્યા લેનારી આ ટ્રેન 18ને હવે એકથી દોઢ મહિના સુધી ચકાસવામાં આવશે. અલગ અલગ ટ્રાયલ લેવામાં આવશે અને ત્યારબાદ જ તે રેલના પાટા પર દોડવા તૈયાર થશે.

READ  ચંદ્રની કક્ષામાં પહોંચ્યું ચંદ્રયાન-2, વૈજ્ઞાનિકોએ 90% સ્પીડ ઘટાડી મેળવી સફળતા

આ ટ્રેન ભારતની એવી સૌપ્રથમ ટ્રેન છે જેમાં અલગથી કોઈ એન્જિન નથી, ઉપરાંત તેમા એરો ડાયનામિક ડ્રાઈવર કોચ પણ હશે.

FB Comments