IND vs BAN Test Match: બાંગ્લાદેશની પુરી ટીમના ટોટલ રનથી પણ વધુ ભારતના આ એક ખેલાડીએ બનાવ્યો પોતાનો સ્કોર, ભારતનો સ્કોર 300 રનની પાર

ભારત અને બાંગ્લાદેશની વચ્ચે 2 મેચની ટેસ્ટ સીરીઝની પ્રથમ મેચ ઈન્દોરના હોલકર સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટોસ જીતીની પ્રથમ બેટિંગ કરવા માટે ઉતરેલી ટીમ બાંગ્લાદેશની ટીમ 150 રન પર ઓલઆઉટ થઈ ગઈ. ભારતે તેના જવાબમાં પ્રથમ ઈનિંગમાં 4 વિકેટ પર 316 રન બનાવ્યા છે. મયંક અગ્રવાલ (164 રન) અને રવિન્દ્ર જાડેજા(1 રન) ક્રીઝ પર છે.

 

મયંક અગ્રવાલે તેમનું શાનદાર ફોર્મ જાળવી રાખીને બાંગ્લાદેશની વિરૂદ્ધ પ્રથમ ટેસ્ટમાં સદી ફટકારી છે. આ મયંક અગ્રવાલના ટેસ્ટ કરિયરની ત્રીજી સદી છે. મયંક અગ્રવાલે આ દરમિયાન 183 બોલમાં 15 ફોર અને 1 સિક્સર ફટકારી છે. મયંક અગ્રવાલે 60મી ઓવરના ત્રીજા બોલ પર 2 રન દોડીને સદી પુરી કરી.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

READ  બિહાર શેલ્ટર હોમ કેસમાં CBIને શ્મશાનમાં ખોદાઈ કરતા હાડકાંની પોટલી મળી આવી, સુપ્રીમ કોર્ટમાં ખુલાસા બાદ સનસની

મયંક અગ્રવાલના નામે ટેસ્ટ ક્રિકેટમાં બેવડી સદી પણ છે. મયંક અગ્રવાલે ગયા મહીને વિશાખાપટ્ટનમમાં સાઉથ આફ્રિકાની સામે ટેસ્ટ મેચમાં 215 રનની ઈનિંગ રમી હતી. આ તેમના કરિયરની પ્રથમ બેવડી સદી હતી. અગ્રવાલે આ મેચમાં 371 બોલમાં 23 ફોર અને 6 સિક્સર ફટકારી હતી.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

READ  વિકી કૌશલને આવનારી ફિલ્મમાં હીરોઈનને લઈને આ છે મોટી ચિંતા, જુઓ VIDEO

 

 

બાંગ્લાદેશ સામેની પ્રથમ ટેસ્ટમાં પ્રથમ ઈનિંગની શરૂઆત કરવા ઉતરેલી ભારતીય ટીમની પ્રથમ વિકેટ 14 રનના સ્કોર પર પડી, ત્યારે રોહિત શર્મા 6 રન પર આઉટ થયા. રોહિતના આઉટ થયા પછી પુજારા અને મયંકે બીજી વિકેટ માટે 72 રનની ભાગીદારી કરીને ભારતની પ્રથમ દિવસે બીજી કોઈ વિકેટ ના પડવા દીધી.

READ  યુવરાજ સિંહ કોચ બનશે? જુઓ VIDEO

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ચેતેશ્વર પુજારાએ તેમના ટેસ્ટ કરિયરની 23મી અડધીસદી પુરી કરી આઉટ થયા. પુજારાએ 72 બોલ પર 9 ફોરની મદદથી 54 રન બનાવ્યા. કેપ્ટન વિરાટ કોહલીએ 2 બોલ રમ્યા પણ તે 0 રન પર આઉટ થઈ ગયા.

 

Rajkot firm set to make ventilators, praised by CM Vijay Rupani | Tv9GujaratiNews

FB Comments