આટલાં રૂપિયામાં તો 5 મધ્યવર્ગ પરિવારના ઘરે એક ગાડી આવી જાય તેટલાં રૂપિયામાં તો વેચાયો ગાડીનો રજીસ્ટ્રેશન નંબર, કિંમત જાણી હોશ ઉડી જશે 

કાર, બાઈક કે મોબાઈલ ફોન માટે બધા જ લોકો પોતાની પસંદગીનો નંબર માંગતા હોય છે. તેના માટે ઘણાં લોકો વધારે પૈસા આપવા પણ તૈયાર હોય છે.

કોઈ વ્યકિત પોતાની પસંદગીનો નંબર લેવા માટે 31 લાખ રૂપિયા ખર્ચ કરી શકે? હા, કેરળના એક વ્યકિતીએ તેની Porsche 718 Boxster ગાડીનો પસંદગીનો રજીસ્ટ્રેશન નંબર લેવા માટે 31 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. કેરળની રાજધાની તિરૂવંનતપૂરમમાં સોમવારે રીજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસરે યૂનીક નંબર KL-01CK-1માટે હરાજી યોજવામાં આવી હતી. આ યૂનીક નંબર માટે હરાજીમાં તિરૂવંનતપૂરમના ફાર્માસ્યુટિકલ્સ ડિસ્ટ્રીબ્યૂટર કે.એસ. બાલગોપાલની સાથે દુબઈના બે એન.આર.આઈ આનંદ ગણેશ અને શાઈન યૂસુફ પણ સામેલ રહ્યાં હતા.

READ  પંજાબના મુખ્યમંત્રીએ પાકિસ્તાન વિરૂદ્ધ લીધાં કડક પગલાં, સિધ્ધુએ પોતાની જ સરકાર પાસેથી શીખામણ લેવાની છે જરૂર

આ પણ વાંચો : દેશના રાજકારણમાં હોબાળો મચાવનાર મમતા બેનર્જી અંગે ગૂગલને પૂછવમાં આવી રહ્યા છે આ સવાલો, તમે પણ જાણીને હસવું રોકી ન શકશો

KL-01CK-1નંબરની બોલી 500 રૂપિયાથી શરૂ થઈ હતી. 10 લાખ રૂપિયાએ પહોંચ્યા પછી આનંદ ગણેશ બોલીમાંથી નીકળી ગયા. 25.5લાખ રૂપિયાની બોલી લાગ્યા સુધી શાઈન યૂસુફ હરાજીમાં હતા, પણ બાલગોપાલ તરફથી 30 લાખ રૂપિયાની બોલી લગાવ્યા પછી તે પણ હરાજીમાંથી નીકળી ગયા હતા. બાલગોપાલે આ યૂનીક નંબરની બોલી જીતી ગયા. તેમને તેના માટે 31 લાખ રૂપિયા ચૂકવ્યા. જેમાં 30 લાખ રૂપિયા બોલીના અને 1 લાખ રૂપિયા અરજીના આપ્યા.

READ  દેશમાં વિધિવત રીતે ચોમાસાનો થયો પ્રારંભ, કેરળના દરિયા કાંઠે વરસાદ શરૂ, જુઓ આ VIDEO

કે.એસ.બાલગોપાલે આ યૂનીક નંબર તેમની Porsche 718 Boxster સ્પોર્ટસ ગાડી માટે લીધો છે. આ કારની કિંમત લગભગ 1.2 કરોડ રૂપિયા છે. આ પહેલીવાર નથી બન્યું કે બાલગોપાલે લાખો રૂપિયા ખર્ચીને ગાડીનો યૂનીક નંબર લીધો છે. આના પહેલા તેમની Toyota Land Cruiserના રજીસ્ટ્રેશન નંબર KL-01CB-1 માટે તેમને 19 લાખ રૂપિયા ખર્ચ કર્યાં હતા. આના પહેલા ગાડી માટે દેશમાં સૌથી મોંઘો રજીસ્ટ્રેશન નંબર લગભગ સાત વર્ષ પહેલા હરિયાણામાં 26 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યો હતો.

READ  23 મેના દિવસે 2019ની ચૂંટણીનું પરિણામ તો આવશે પરંતુ તમે જાણીને ચોંકી જશો, 4થી 5 કલાક મોડું આવી શકે છે પરીણામ, જાણો કારણ

[yop_poll id=1118]

FB Comments