‘સ્ટેચ્યૂ ઓફ યુનિટી’ બાદ આ બનશે દેશનું બીજું સૌથી મોટું સ્ટેચ્યૂ!

World's largest 351 Feet's Shiva Murti
World's largest 351 Feet's Shiva Murti

ભારતમાં બનવા જઈ રહ્યું છે દેશનું પહેલું ‘શિવજીનું’ સૌથી મોટી સ્ટેચ્યૂ.શિવજીની આ પ્રતિમા નાથદ્વારામાં બનવા જઈ રહી છે. નાથદ્વારા અત્યાર સુધી ભગવાન શ્રીનાથજીના મંદિર માટે જાણીતું છે ત્યાં હવે શિવજીની પ્રતિમા બનશે. આ સ્ટેચ્યૂ વિશ્વનું ચોથું સૌથી ઊંચુ સ્ટેટચૂ કહેવામાં આવશે જેની ઊંચાઈ 351 ફીટ હશે અને માર્ચ 2019 માં તેનું ઉદ્ઘાટન કરવામાં આવશે .

 

Construction of Shiv ji Statue
Construction of Shiv Murti

અત્યાર સુધીમાં સ્ટેચ્યૂનું 85% કામ પૂરું થઇ ગયું છે અને આવતા વર્ષે લોકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. સ્ટેટચૂ ઓફ યુનિટી, સ્પ્રિંગ ટેમ્પલ, Laykyun Setkyar પછી આ વિશ્વનું ચોથું સૌથી ઊંચુ સ્ટેચ્યૂ બનશે. જેનું નિર્માણ મિરાજ ગ્રુપ દ્વારા કરવામાં આવે છે. આ પ્રતિમા માત્ર કોંક્રિટ અને સિમેન્ટથી બનાવામાં આવી છે.

READ  પશ્ચિમ બંગાળમાં મમતાએ BJP ઓફિસ પર કર્યો કબ્જો, હવે શું કરશે ભાજપ?

સ્ટેચ્યૂના નિર્માણ માટે 750 કામદારો કામ કરી રહ્યા છે. એટલું જ નિર્માણનું કામ 4 વર્ષથી ચાલે છે. આ મૂતિની ખાસ વાત એ છે કે તેનાથી 20 km દૂર આવેલા કાંકરોલી ફ્લાયઓવરથી પણ સ્ટેચ્યૂ જોઈ શકાશે.

World's fourth tallest statue
World’s fourth tallest statue

શું છે વિશેષતા ?

સ્ટીલ:- 3000 ટન
પ્રતિમાનું વજન 30 હજાર ટન
ત્રિશૂલની લંબાઈ 315 ફૂટ
મહાદેવનો ચહેરો 60 ફૂટ ઊંચો
ગરદનની ઊંચાઈ 275 ફૂટ
ખભાની ઊંચાઈ 160 ફૂટ
પગથી ઘૂંટણની ઊંચાઈ 150 ફૂટ
આસન 110 ફૂટ

READ  હાર્દિક પટેલ ભલે કોંગ્રેસમાં જોડાઈ ગયા પણ તેમની આ ઈચ્છા તો અધુરી જ રહી ગઈ!

ALSO READ: અંતરિક્ષમાંથી જુઓ કેવો છે ‘સ્ટેચ્યૂ ઓફ યૂનિટી’નો નજારો

આ મૂર્તિ બનવા માટેનું મુખ્ય કારણ મુસાફરોની અવરજવર માટે પણ ગણાય છે, શ્રીનાથજી મંદિરમાં ભક્તોનું ઘોડાપુર જોવા મળે છે અને આ કારણને જોતા આ મૂર્તિનું નિર્માણ કરવામાં આવ્યું છે. હવે લોકો મંદિર જોડે શિવજીની મૂર્તિ અને સાથે બનવેલા બગીચા અને સિનેમાઘરની મુલાકાત પણ લઇ શકશે.

Backside of Shiv Murti
Backside view of Shiv Murti

મૂર્તિ બનવવાનું કામ 18 ઓગસ્ટ 2012ના શરૂ થયું હતું. તે સમયના રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી અશોક ગેહલોત અને પૂ. મોરારી બાપુ દ્વારા ખાતમૂહર્ત કરવામાં આવ્યું હતું. મૂર્તિ એવી રીતે બનવવામાં આવી છે કે આ મૂર્તિ શિવજીની બધી મુર્તિઓથી અલગ હશે જેમાં, શિવજીનું મનમોહક દેખાવ જોવા મળશે.

READ  VIDEO: કુરિયરના બોક્સમાંથી નીકળ્યો 4 ફૂટ લાંબો ખતરનાક કોબરા, અને જોત જોતામાં તો..

[yop_poll id=53]

Tv9 ગુજરાતીનો WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરી, અમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ whtsapp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

FB Comments