• March 22, 2019

INDIGOના 130 વિમાનો આજે નહીં ભરી શકે ઉડાન, ઍરપોર્ટ પર જ રહેવું પડશે લૅંડ, કારણ જાણીને ચોંકી જશો આપ

પાયલૉટ્સની અત્યંત તંગી તથા કેટલાક ઍરપોર્ટ્સ પર ઉડાનથી પહેલા પાયલૉટો માટે જાહેર કરાયેલી લેખિત અધિસૂચના (NOTAS)ના પગલે INDIGએ આજની એટલે કે શુક્રવારની 130 ફ્લાઇટ રદ કરી નાખી છે.

 

મળતી માહિતી મુજબ રદ કરાયેલી ફ્લાઇટ્સની સંખ્યા ઍરલાઇંસના કુલ ઑપરેશનની 10 ટકા છે. ઇંડિગો તરફથી કહેવાયું છે કે પાયલૉટોની તંગીના કારણે ઇંડિગોએ શુક્રવારે પોતાની 130 ફ્લાઇટ રદ કરી દીધી છે.

બીજી બાજુ આ અંગે ઇંડિગોના પ્રવક્તા તથા ચીફ ઑપરેશન ઑફિસર (COO) વોલ્ફગૅંગ પ્રોક શાઉરે મોકલેલા પ્રશ્નનો કોઈ ઉત્તર ન મળ્યો.

નોંધનીય છે કે ગયા અઠવાડિયે દિલ્હી અને NCR વિસ્તારમાં વાવાઝોડા અને વરસાદના કારણે ઇંડિગો પોતાની રાહત દરની ફ્લાઇટ્સ શનિવારથી કરવા જઈ રહી છે.

100 વિદેશી પાયલૉટ હાયર કરશે ઇંડિગો

ઇંડિગો ફ્લાઇટ કૅપ્ટનની કમીને પૂરી કરવા માટે આ વર્ષે લગભગ 100 વિદેશી પાયલૉટ્સ હાયર કરવાનું આયોજન કરી રહી છે. પાયલૉટ્સની તંગીના કારણે ઇંડિગોને હાલના દિવસોમાં પોતાની કેટલીક ફ્લાઇટ્સ રદ કરવી પડી છે.

એક્સપર્ટ્સનું કહેવું છે કે આ પગલાથી ઇંડિગો કંપની ઉડાનોનું શિડ્યુઅલ જાળવી રાખી શકશે, પરંતુ સ્ટાફ પર તેનું કોસ્ટ વધી જશે. ઇંડિગો પાસે 200થી વધુ વિમાનો અને 3,000થી વધુ પાયલૉટચ છે. તેમાં લગભગ 50 વિદેશીઓ સહિત લગભગ 1,200 કમાંડર છે. નવા હાયરિંગ વડે વિદેશી પાયલૉટોની સંખ્યા ત્રણ ગણી કરવામાં આવશે.

[yop_poll id=1431]

Sterling Biotech case: Hitesh Patel nabbed in Albania over Rs 8,100 crore fraud - Tv9

FB Comments

Hits: 1047

TV9 Web Desk7

Read Previous

મોદી સરકારે પ્રચાર-પ્રસાર પર 3,044 કરોડ રૂપિયા ખર્ચ કર્યા, RTIના જવાબમાં થયો ખુલાસો

Read Next

મહારાષ્ટ્ર કૉંગ્રેસમાં બેઠકોનો ધમધમાટ, પ્રિયા દત્તના ચૂંટણી લડવાના ઇનકારથી મૂંઝવણમાં છે કૉંગ્રેસ, કોણ બની શકે પ્રિયા દત્તનો વિકલ્પ ?

WhatsApp chat