
31 ઓક્ટોબરનો દિવસ લોખંડી પુરુષ તરીકે જાણીતા સરદાર પટેલની જન્મજયંતી તરીકે મનાવવામાં આવે છે. આ સાથે આયરન લેડી ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ પણ છે. 19 નવેમ્બર 1917ના દિવસે જન્મ લેનારા ઈન્દિરા ગાંધીએ પ્રધાનમંત્રી તરીકે કરેલા કાર્યને આજે પણ લોકો યાદ કરે છે. આજે તેમની પુણ્યતિથિ છે. 31 ઓક્ટોબર 1984ના દિવસે ઈન્દિરા ગાંધીના જ બે સુરક્ષાગાર્ડે ગોળી મારીને હત્યા કરી હતી.
ઈન્દિરા ગાંધીએ પોતાના પ્રધાનમંત્રી તરીકેના કાર્યકાલ દરમિયાન અનેક એવા નિર્ણયો કર્યા હતા કે, જેનાથી દેશમાં મોટા ફેરફારો થયા હતા. 1971માં બાંગ્લાદેશ બનાવવાના તેમના કાર્યથી તેમને આયરન લેડી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સિવાય પણ સામાન્ય માણસને અસર કરતા મુદ્દે પણ અનેક કાર્યો કર્યા છે.
બેંકોનું રાષ્ટ્રીયકરણ (1969)
19 જુલાઈ 1969માં ઈન્દિરા ગાંધીના નેતૃત્વમાં સરકારે એક અધ્યાદેશ જાહેર કર્યો હતો. જેમાં 14 ખાનગી બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું. જે બાદ બેંકોની માલિકીનો અધિકાર સરકારના હાથમાં આવી ગયો હતો. આ કાર્ય આર્થિક સમાનતાને વધારો આપવા માટે કરાયો હતો. જે બાદ ઉપક્રમોનું અધિગ્રહણ અને સ્થળાંતર નામથી એક કાનૂન પણ આવ્યો હતો.
પાકિસ્તાનના બે ટુકડા (1971)
ઈન્દિરા ગાંધીએ પાકિસ્તાનને એવો ઘા કર્યો કે, જેની અસર આજે પણ છે. 1971માં બાંગ્લાદેશ યુદ્ધના રૂપમાં પાકિસ્તાનને સબક શિખવાડ્યો હતો. અને પાકિસ્તાનના બે ટુકડા કરી દીધા હતા. પાકિસ્તાની સેના દ્વારા પૂર્વી પાકિસ્તાનના નાગરિકો પર અત્યાચારની હદ વધી ગઈ હતી. જેના કારણે 1 કરોડથી વધારે શરણાર્થી ભાગીને ભારત આવી રહ્યા હતા. પાકિસ્તાનની સેનાના અત્યાચારથી પૂર્વી પાકિસ્તાનની જનતાને બચાવવાનો નિર્ણય ઈન્દિરા ગાંધીએ કરી લીધો હતો. યુદ્ધમાં ભારતીય સેનાએ પોતાનું શોર્ય દેખાડ્યું અને પાકિસ્તાનના 90 હજાર સૈનિકોને યુદ્ધબંદી બનાવ્યા હતા.
ઓપરેશન બ્લૂ-સ્ટાર (1984)
જરનૈલ સિંહ ભિંડરાવાલે અને તેમના સમર્થકો ભારતના ટુકડા કરાવવાના ઈરાદાથી આતંક મચાવવા પર આવી ગયા હતા. પંજાબીઓ માટે અલગ ખાલિસ્તાનની માગણી સાથે અમૃતસરમાં સુવર્ણ મંદિરમાં છૂપાઈને બેઠા હતા. આ સમયે ઈન્દિરા ગાંધી સત્તા પર હતા. ભિંડરાવાલે સાથે અનેક વાતચીત બાદ ઓપરેશન બ્લૂસ્ટારને પાર પાડવાનો નિર્ણય લીધો હતો. ભારતીય સેનાએ અમૃતસરના સુવર્ણ મંદિરમાં છૂપાયેલા ભિંડરાવાલે અને તેના સમર્થકોને ઠાર માર્યા હતા. જેમાં કેટલાક માસૂમ લોકોનો પણ જીવ ગયો હતો. જેનો બદલો લેવા ઈન્દિરા ગાંધીની હત્યા કરી દેવાઈ હતી.
ઓપરેશન મેઘદૂત
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
1984માં ભારતીય સેનાએ ઓપરેશન મેઘદૂતને અંજામ આપ્યો હતો. અને પાકિસ્તાનની કબર ખોદી નાખી હતી. ઓપરેશન મેઘદૂતની મંજૂરી ખુદ ઈન્દિરા ગાંધીએ જ આપી હતી. 17 એપ્રિલ 1984માં સિયાચિન પર પાકિસ્તાન કબજો કરવા માગે તેવી માહિતી ભારતને મળી ચૂકી હતી. પરંતુ ભારતે તે પહેલા જ સિયાચિન પર કબજો કરવાની યોજના બનાવી લીધી હતી. અને આ ઓપરેશનનું નામ મેઘદૂત હતું.
તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો
પોખરણમાં પરમાણુ પરીક્ષણ
18મે 1974ના દિવસે ભારતના ઈતિહાસમાં મહત્વનો દિવસ હતો. આ દિવસે ભારતે પોખરણમાં પરમાણુ પરીક્ષણ કરીને દુનિયાને ચોંકાવી દીધી હતી. આ ઓપરેશનનું નામ સ્માઈલિંગ બુદ્ધા રાખવામાં આવ્યું હતું. જે બાદ અટલ બિહારી વાજપાયે પણ પોખરણમાં પરમાણુ પરીક્ષણ કર્યું હતું.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો